Site icon Revoi.in

યુદ્ધનો 46મો દિવસ:ઇઝરાયેલની કેબિનેટે હમાસ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી

Social Share

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 46માં દિવસે યુદ્ધ લડી રહેલા લોકો માટે મોટા સમાચાર છે. બંને પક્ષો આખરે ઇઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે સંમત થયા છે. ઇઝરાયેલી કેબિનેટે હમાસ દ્વારા રાખવામાં આવેલા 50 બંધકોને મુક્ત કરવાના બદલામાં યુદ્ધમાં ટૂંકા વિરામ માટેના કરારને મંજૂરી આપી છે.આવી સ્થિતિમાં, અસ્થાયી યુદ્ધવિરામ બાદ ગાઝામાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે. ઈઝરાયેલ 50 બંધકોની મુક્તિના બદલામાં 150 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં વિરામથી હજારો યુદ્ધ પીડિતોની આંખોમાં આનંદના આંસુ આવી ગયા છે. યુદ્ધની વચ્ચે ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ધુર-દક્ષિણપંથી મંત્રીઓ બેન-ગવીર અને સ્મોટ્રિચે બંધકોને મુક્ત કરવાના સોદાનો વિરોધ કર્યો હતો, જ્યારે મંત્રી સારે તેને ટેકો આપ્યો હતો. શાસ નેતાનું કહેવું છે કે અલ્ટ્રા-કંઝર્વેટિવ પાર્ટી સમજૂતી માટે મત આપશે.  7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,200 નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા.જ્યારે ગાઝામાં આતંકવાદીઓએ 236 લોકોને બંધક બનાવ્યા હતા. આઇડીએફએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવાના કરાર વચ્ચે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન તેના વધુ બે સૈનિકોના મોતની જાહેરાત કરી છે. જ્યારે હમાસ દ્વારા નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઝામાં અત્યાર સુધીમાં 14,128 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે વધુ બંધકોને મુક્ત કરવા પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ ડીલને બુધવારે સવારે ઇઝરાયેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતી અમેરિકાના નેતૃત્વમાં કતારની મધ્યસ્થી હેઠળ કરવામાં આવી હતી. ઇઝરાયેલ-હમાસ કરારમાં લડાઈમાં ચાર દિવસનો વિરામ આપવામાં આવ્યો છે.કરાર અનુસાર, હમાસ 50 ઇઝરાયેલ બંધકોને મુક્ત કરશે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બદલામાં, ઇઝરાયેલ 150 પેલેસ્ટિનિયન કેદીઓને (મુખ્યત્વે મહિલાઓ અને બાળકો) મુક્ત કરશે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે આ સોદો આખરે 50 થી વધુ બંધકોને મુક્ત કરવા તરફ દોરી ગયો.

Exit mobile version