Site icon Revoi.in

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપના આંચકા, 5.1ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા માપવામાં આવી હતી.જોકે, જાનહાનિ અને નુકશાની અંગેના કોઈ સમાચાર સામે આવ્યા નથી.ચીનમાં ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારના ભૂકંપના કે આંચકાના સમાચાર આવ્યા નથી.

સૂત્રોના કહેવા પ્રમાણે ચીનમાં અત્યારે કોરોનાવાયરસના કેસથી લોકો વધારે ચિંતિત છે અને સરકાર દ્વારા લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોને ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે પણ આવામાં ભૂકંપના સમાચાર આવતા લોકોમાં ચિંતા  અને ડરનો માહોલ છે અને લોકો મજબૂરીમાં પણ ઘરની બહાર નીકળવા લાગ્યા.

હવે આ બાબતે ત્યાંના જાણકારો કહે છે કે ચીનમાં જો ભૂકંપના આંચકા આવવાનું શરૂ થશે તો લોકોને જમાવડો શહેરોના રસ્તા પર વધારે જોવા મળશે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ પણ વધવાની સંભાવના છે

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Exit mobile version