Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,5.3ની તીવ્રતા નોંધાઈ

Social Share

ઇટાનગર :અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી.

જોકે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી.સવારે 6.56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પેંગિનમાં નોંધાયું છે.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.આ સાથે કેટલાક લોકો તેમના સંબંધીઓની હાલત જાણવા માટે તેમને ફોન કરતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં લદ્દાખમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ બુધવારે સવારે 10.24 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ આંચકા કારગીલથી 328 કિમી ઉત્તરમાં અનુભવાયા હતા.