Site icon Revoi.in

સિદ્ધપુરમાં ફૂડ પોઈઝન થતા 5 બાળકો બીમાર, લોકોએ જે તે બહારનું ખાવાનું શક્ય એટલુ ટાળવું જોઈએ

Social Share

સિદ્ધપુર: દેશમાં તથા રાજ્યમાં કોરોનાવાયરસના કેસ તો વધી જ રહ્યા છે પણ સાથે અન્ય બીમારઓ પણ શાંત થવાનું નામ લઈ રહી નથી. રાજકોટ જેવા શહેરમાં તાવ-ઉધરસ અને શર્દીના કેસ પણ સામે આવી રહ્યા છે તો સિદ્ધપુરમાં હવે ફૂડ પોઈઝનના કેસ સામે આવી રહ્યા છે.

જાણકારી અનુસાર આ બાળકોએ લોકલ જગ્યા પરથી પાણી-પુરી ખાધી હતી અને તે બાદ તેમની તબિયત જોરદાર રીતે બગડી છે. આ પ્રકારની અયોગ્ય પાણીપુરી ખાતા 5 બાળકોની તબિયત બગડી છે જે બાદ હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક સૂત્રોના અનુસાર શહેરમાં કેટલીક જગ્યાઓ પર અયોગ્ય પ્રકારની ખાવાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. શહેરમાં અત્યારે કોરોનાનો કહેર તો છે જ પણ સાથે જો આ પ્રકારની પણ સમસ્યાઓ સામે આવશે તો લોકોની તકલીફમાં જોરદાર વધારો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય એક્સપર્ટ કહે છે કે અત્યારે બહારનું વાતાવરણ ખરાબ હોવાથી અને કોરોનાને ધ્યાનમાં રાખીને પણ શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ, જેથી કરીને હોસ્પિટલ જવાનો વારો ન આવે અને તંદુરસ્તી પણ બની રહે.

Exit mobile version