Site icon Revoi.in

5 JUNE – WORLD ENVIRONMENT DAY, વાંચો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ

Social Share

આધુનિકતાની દોડમાં દોડતા દરેક દેશમાં ધરતી પર દરરોજ પ્રદૂષણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેના પરિણામો આપણે સમય સમય પર જોવા મળે છે. પર્યાવરણમાં અચાનક પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક સ્થળોએ પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે લાંબા સમય સુધી વરસાદ પડ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને પર્યાવરણ અને પ્રદૂષણથી થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવે છે. પ્રદૂષણનું વધતું સ્તર પર્યાવરણ તેમજ માનવો માટે જોખમી બની રહ્યું છે. આને કારણે ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે. તો,મનુષ્ય અનેક પ્રકારના ગંભીર રોગોનો પણ શિકાર બની રહ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972 માં વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ દિવસની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઇ હતી. આ દિવસે અહીં વિશ્વની પ્રથમ પર્યાવરણીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારત તરફથી ભાગ લીધો હતો.

આ સંમેલનમાં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) નો પાયો પણ નાખ્યો હતો. જેના કારણે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના આયોજન માટે ઠરાવ લેવામાં આવ્યો હતો. જેથી લોકોને વાતાવરણમાં દર વર્ષે થતા પરિવર્તન પ્રત્યે જાગૃત કરી શકાય અને પર્યાવરણમાં સંતુલન જાળવવા માટે લોકોને સમય સમય પર જાગૃત કરી શકાય.

વિશ્વ પર્યાવરણ દિવસની થીમ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે તે પહેલાં દર વર્ષે થીમ પસંદ કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ની થીમ ‘ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન (Ecosystem Restoration)’ છે. આપણે જંગલોને નવું જીવન આપીને, વૃક્ષો વાવીને, વરસાદનું પાણી બચાવવા અને તળાવ બનાવીને ઇકોસિસ્ટમને પુનર્સ્થાપિત કરી શકીએ છીએ.