Site icon Revoi.in

ધાનેરાના મોટી ડુંગડોલ ગામની શાળામાં મધ્યાહન ભોજન બાદ 50 બાળકોની જીભ કાળી પડી ગઈ,

Social Share

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન આરોગ્ય બાદ 50 જેટલા બાળકોની જીભ ભેદી રીતે કાળી પડી ગઈ હતી. આ બનાવની જાણ થતાં તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહ્ન ભોજન મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્યું હતુ. જે બાદ બાળકોની જીભ પર તેની અસર થઈ હતી. 50 જેટલા બાળકોની જીભ અચાનક કાળી પડી ગઈ હતી. આ બનાવની જાણ થતાં વાલીઓ તેમજ શાળા સંચાલકો ચિંતામાં મૂકાયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતુ. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક શાળામાં પહોંચીને મધ્યાહન ભોજન માટે બનાવેલી ખીચડીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં બપોરના સમયે મધ્યાહ્ન ભોજનમાં બનાવેલી ખીચડી આરોગતા 50 જેટલા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી જતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહ્ન ભોજન મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા. હાલના તબક્કે બાળકોમાં બીજા કોઈ ગંભીર લક્ષણો જોવા નથી મળી રહ્યાં છે. આમ છતાં બાળકોની જીભ અચાનક કેમ કાળી પડી, તે આરોગ્ય તંત્રની તપાસ બાદ જ જાણવા મળી શકે છે.