- પાકિસ્તાનમાં ઈમરાન ખાનને સતા પરથી હટાવાયા
- 57 ટકા લોકો આ નિર્ણયથી ‘ખુશ’
- સર્વેમાં થયો ખુલાસો
દિલ્હી:પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સત્તા પરથી હટાવવામાં આવી છે અને શાહબાઝ શરીફ દેશના નવા વડાપ્રધાન બન્યા છે.આ વચ્ચે એક સર્વેથી જાણવા મળ્યું કે 43% લોકો ઈમરાન ખાનના સત્તામાંથી બહાર થવાથી ખુશ નથી, જ્યારે 57% લોકો ખૂબ જ ખુશ છે.આ સર્વે ગેલપ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે.તેમાં 100 થી વધુ જિલ્લાઓમાંથી 1,000 પુરૂષો અને મહિલાઓ સામેલ છે.ખાસ વાત એ છે કે,શનિવારે આયોજિત અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન બાદ તરત જ આ સર્વે કરવામાં આવ્યો હતો.આ રિપોર્ટ દર્શાવે છે કે જે લોકો ઈમરાન ખાનના આઉટ થવાથી ખુશ નથી તેઓને લાગે છે કે તે ઈમાનદાર નેતા છે.
આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે,નબળા અર્થતંત્રને કારણે મોટાભાગના લોકોએ તેમની વિરુદ્ધ વોટ કર્યા છે.સત્તાથી બહાર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન હવે જલ્દી ચૂંટણી કરાવવા માંગે છે. તેમની આજે પેશાવરમાં રેલી પણ યોજાવાની છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,”અમે તાત્કાલિક ચૂંટણીની માંગ કરી રહ્યા છીએ કારણ કે આગળનો આ એકમાત્ર રસ્તો છે,”.નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીઓ દ્વારા લોકોને નક્કી કરવા દો કે તેઓ તેમના વડાપ્રધાન તરીકે કોને ઈચ્છે છે.
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના આઠ સોશિયલ મીડિયા કાર્યકરોની પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે પંજાબ પ્રાંતના જુદા જુદા ભાગોમાંથી બાજવા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સોશિયલ મીડિયા પર કથિત રીતે નિશાન બનાવવા બદલ ધરપકડ કરી છે.