Site icon Revoi.in

પિટકોર્ન આઇલેન્ડની રાજધાની એડમસ્ટાઉનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.3ની નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી: પિટકોર્ન આઇલેન્ડની રાજધાની એડમસ્ટાઉનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા  6.3 નોંધવામાં આવી હતી.જો કે આ ભૂકંપના આંચકાને કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.

જોકે,અનુભવાયેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આ પહેલા આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જોકે,રાહતની વાત એ હતી કે,આ ભૂકંપથી કોઈ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Exit mobile version