Site icon Revoi.in

ભારતમાં વ્હોટ્સએપ દ્રારા 65 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવાયો

Social Share

 

દિલ્હીઃ-  ભારતમાં વ્હોટ્સએપ દ્રારા મોટી કાર્યવાહી રુપે 65 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે એટલે કે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.જાણકારી પ્રમાણે , IANS વોટ્સએપે મે મહિનામાં આ તામમ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ તાર્યવાહી ત્યારે કરવામાં આવી હતી કે જ્યારે ભારતીય ગ્રાહકોની ફરિયાદો મળી ત્યાર બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. કંપનીએ ITના નવા નિયમ હેઠળ આ માહિતી અપાઈ છે. આ કાર્યવાહી 1 મે થી 31 મે દરમિયાન કરવામાં આવી છે.

એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા મામલે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન 65,08,000 વોટ્સએપ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 24,20,700 ખાતાઓ કંપની દ્વારા કોઈપણ ફરિયાદ વિના ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

આસહીત વોટ્સએપે એપ્રિલમાં 74 લાખ ખરાબ એકાઉન્ટ બંધ કર્યા હતા  વધુમાં, મે મહિનામાં કંપનીને ભારતમાંથી મંજૂરીની અપીલ જેવા 3,912 ફરિયાદ અહેવાલો મળ્યા હતા. તેમાંથી 297 કેસ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

કેન્દ્રએ ફરિયાદ અપીલ સમિતિ શરૂ કરી ઈન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરતા લાખો ભારતીયોને સશક્ત બનાવવા કેન્દ્રે તાજેતરમાં ફરિયાદ અપીલ સમિતિની શરૂઆત કરી છે. જે આ પ્રકારના મામલા પર ધ્યાન આપે છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ફરિયાદ પર કાર્યવાહી કરી હતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ ફરિયાદના અહેવાલો મળતાં પગલાં લીધાં છે. ફેસબુકે 27 ટકા ફરિયાદો પર કાર્યવાહી કરી છે, જ્યારે ઇન્સ્ટાગ્રામે લગભગ 40 ટકા ફરિયાદો પર કાર્યવાહી કરી છે