Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતા સાથે ભયાનક ભૂકંપના આચંકાઓ અનુભવાયાઃ સુનામીને લઈને એલર્ટ જારી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપરના આંચકાો અનુભવાી રહ્યા છે ત્યારે ઈન્ડોનેશિયામાં પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળે છે, ભુકંપના મામલે ઈન્ડોનેશિયા સૌથી સંવેદનશીલ દેશ ગણાય છે ત્યારે હવે ઈન્ડોનેશિયામાં આજરોજ મંગળવારે ફ્લોરેસ સમુદ્ર વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયા દ્વારા ફ્લોરેસ આઇલેન્ડ નજીક આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે, મંગળવારની સવારે ઈન્ડોનેશિયામાં મૌમેરેથી 95 કિમી ઉત્તરપૂર્વમાં નુસા તેન્ગારામાં 7.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો ત્યાર બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ ઘટનાને મામલે  હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ  નોંધવામાં આવ્યું હતું. આ પહેલા 5 ડિસેમ્બરે પણ ઈન્ડોનેશિયાના ટોબેલોથી 259 કિલોમીટરના અંતરે ઉત્તર દિશામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લી વખત ઇન્ડોનેશિયામાં 2004માં ભૂકંપને કારણે સુનામી આવી હતી. 26 ડિસેમ્બર, 2004ના રોજ ઉત્તરપશ્ચિમ સુમાત્રાના દરિયાકાંઠે 9.1 તીવ્રતાના ભૂકંપને કારણે સુનામી આવી હતી જેમાં ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને થા ભારતમાં 230,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.