Site icon Revoi.in

સાયબર છેતરપીંડીના બનાવો અટકાવવા 7.71 લાખ સીમ કાર્ડ બ્લોક કરાયાં

Social Share

દેશમાં છેતરપીંડીના વધતા બનાવોને અટકાવવા માટે સરકારે 7.81 લાખ નકલી સિમ કાર્ડ, 83668 વોટ્સએપ એકાઉન્ટ અને 3962 સ્કાયપ આઈડી બ્લોક કર્યા છે. દેશમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ડિજિટલ છેતરપિંડીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે લોકસભામાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી 28 ફેબ્રુઆરી, 2025 સુધી કરવામાં આવી છે.

ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ નકલી સિમ કાર્ડ અને વોટ્સએપ અને સ્કાયપે જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હોય છે. આ છેતરપિંડી કરનારાઓ બેંક અધિકારીઓ, પોલીસ અથવા સરકારી અધિકારીઓ હોવાનો દાવો કરીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા હતા. આમ નકલી એકાઉન્ટ દ્વારા ડિજિટલ છેતરપિંડી કરવામાં આવી રહી હતી.

સરકારે નકલી મોબાઇલ ઉપકરણો પર પણ કડક પકડ બનાવી છે અને 2,08,469 મોબાઇલ ફોનના IMEI નંબર બ્લોક કરી દીધા છે. IMEI નંબર એ દરેક ફોનની અનન્ય ઓળખ છે, જેના દ્વારા તેને ટ્રેક કરી શકાય છે. આનો અર્થ એ થયો કે હવે છેતરપિંડી કરનારાઓના નકલી ફોન પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ 3,962 સ્કાયપે આઈડી અને 83,668 વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કર્યા છે. આ બધા ખાતા ડિજિટલ છેતરપિંડી અને સાયબર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ કેન્દ્ર ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે કામ કરી રહ્યું છે.