Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ ભીંડમાં બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત અને 13 લોકો ઘાયલ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના ઘટના સ્થલે જ મોત થયાં હતા. ગોહદ ચોક પોલસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયાં હતા. ઘાયલો પૈકી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યાં હતા અને પોલીસ સાથે બચાવ કામગીરીમાં જોડાયાં હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી છે.

ભિંડ જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપીને મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત 13 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જેમાં ચાર વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

મુસાફરો ભરેલી બદ ગ્વાલિયરથી બરેલી જઈ રહ્યું હતું. જ્યારે ડમ્પર ભીંડથી આવતું હતું. બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ અકસ્માતમાં બે મહિલાઓ સહિત પાંચના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માર્ગ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અત્રે ઉલ્લેખની છે કે, માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક સુવિધાઓ ઉભી કરી છે.