Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં 71,365 કેસ નોંધાયા- એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા 2 વર્ષથી દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીની હાલ ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે હવે ત્રીજી લહેરની ગતિ ઘીમી પડતી જોવા મળી રહી છે દેશમાં નોંધાતા દૈનિક કેસોમાં ગટતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે દેશમાં નોંધાતા કેસોનો આંકડો 80 હજારની અંદર જોવા મળી રહ્યો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તોદેશમાં કોરોનાના 71 હજાર 365 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ફાસ્ટ થી રહી છે ,રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 170.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

તો બીજી તરફ હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ સતત નીચી જઈ રહી છે હાલ દેશમાં માત્ર  8 લાખ 92 હજાર 828 સક્રિય કેસ જોવા મળે છે. તે જ સમયે, રિકવરી રેટ પણ ઊમચો નોઁધાયો છે જે હાલ 96.70 ટકા જોઈ શકાય છે.

છેલ્લા 24 કલાકમાં સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી છે આ સમયગાળા દરમિયાન1 લાખ 72 હજાર 211 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા  છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડને પાર થઈ છે.કોરોનાનો સકારાત્મકતા દર 5 ટકા જોવા મળી રહ્યો છે.

 

Exit mobile version