Site icon Revoi.in

પ્રથમ છ માસિક સમયગાળામાં UPI ના માધ્યમથી 83.17 લાખ કરોડની લેનદેન કરાઈ

Social Share

દિલ્હીઃ પીએમ મોદીના અથાગ પ્રયત્નથી ભારતમાં ડિજિટલ પેમેન્ટને વેગ મળ્યો છે એટલું જ નહી દિવસેને દિવસે ડિજિટલ પેમેન્ટના આકંડાઓ આકાશ સપ્ર્શી રહ્યા છએ મોટા ભાગના લોકો હવે કેશથી લેનદેનનો વ્યવહાર કરતા બંઘ થયા છે ગામડાઓમાં પણ હવે ડિજિટલ પેમેન્ટની બોલબાલા છે ત્યારે જો યુપીઆઈની વાત કરીએ તો વર્ષના પ્રથમ છ મહિનામાં તેણે રેકોર્ડ લેનદેન કરી હોવાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-જૂન સમયગાળામાં યુપીઆઈ દ્વારા થતા વ્યવહારો વધીને 83.17 લાખ કરોડ રુપિયા થયા છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં  56.59 લાખ કરોડ રુપિયા કરતાં 47 ટકા વધુ જોવા મળે છે.

વિતેલા દિવસને મંગળવારે જાહેર કરાયેલ વર્લ્ડલાઇનના રિપોર્ટ અનુસાર, પ્રથમ છ મહિનામાં કુલ 51.91 બિલિયન યુપીઆઈ- વ્યવહારો થયા છે, જે વાર્ષિક ધોરણે 62 ટકા વધુ છે. જો કે મહત્વની વાત એ છે કે માત્ર ઓગસ્ટ મહિનામાં જ યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટની સંખ્યા અનેક ગણી વધીને 10 અબજ થઈ ગઈ છે.

જારી કરાયેલા આ રિપોર્ટ અનુસાર, સરકારે જાન્યુઆરી-જૂન, 2023માં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનના રૂપમાં 303.4 અબજ રૂપિયાની કમાણી કરી હતી. આ આંકડો એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $242.2 બિલિયન કરતાં 25.3 ટકા વધુ છે. 1.55 અબજ ક્રેડિટ કાર્ડ વ્યવહારો રિપોર્ટ અનુસાર, આ વર્ષના પ્રથમ છ મહિનામાં ક્રેડિટ કાર્ડ દ્વારા 7.94 લાખ કરોડ રૂપિયાના 1.550 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે. 3.17 લાખ કરોડ રૂપિયાના 1.379 અબજ વ્યવહારો ડેબિટ કાર્ડ દ્વારા થયા હતા.

બીજી તરફ યુપીઆઈ મારફત ગ્રાહકથી વેપારીવ્યવહારોની સંખ્યા વધીને 29.15 અબજ થઈ છે, જેમાં રૂ. 19.18 લાખ કરોડના વ્યવહારો થયા છે. સરેરાશ ટ્રાન્ઝેક્શન રૂ. 1,774 જોવા મળ્યું છે. જાન્યુઆરી-જૂન દરમિયાન યુપીઆઈ દ્વારા સરેરાશ 1,774 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું  આ આકંડાઓ દર્શાવે છે કે હવે લોકો યુપીઆઈ દ્વારા નાની રકમના વ્યવહારો કરવાનું પસંદ કરી રહ્યા છે.પાનના ગલ્લાઓ હોય કે નાની મોટી શોપ હોય દરેક જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ થતા હવે લેનદેનનો આંકડો વઘતો જોવા મળ્યો છે.