Site icon Revoi.in

બે વર્ષમાં દીપડાંના હુમલાના 85 બનાવો, જુનાગઢ અને ગીર સોમનાથમાં દીપડાંનો સૌથી વધુ આતંક

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં દીપડાના હુમલાના બનાવો વધતા જાય છે. છેલ્લા બં વર્ષમાં દીપડા દ્વારા માનવી પર હુમલાના 85 બનાવો બન્યા હતા. રાજ્યમાં ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં દીપડાંનો આતંક સૌથી વધુ છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં  પશ્નના ઉત્તરમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. બીજી તરફ રાજ્યમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં દીપડાનો આતંક વધ્યો છે. દીપડા દ્વારા માણસ પર થયેલા હૂમલાના 85 બનાવો બન્યાં છે. જેમાં 9 લોકોના મોત અને 79 લોકો ઘાયલ થયાં છે. બીજા એક સવાલમાં વન મંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 112 સિંહોને રેડિયોકોલર પહેરાવવામાં આવ્યાં છે જેમાંથી 7 સિંહોના મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. બીજી તરફ બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પ્રશ્ન પૂછ્યો હતો કે, 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ લાયન પ્રોજેક્ટની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી. તે અંતર્ગત કેટલા નાણાં ફાળવવામાં આવ્યાં હતાં.આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે,સરકારે લાયન પ્રોજેક્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મંજુરી માટે મોકલી છે. હાલ આ પ્રોજેક્ટ મંજુરીની પ્રક્રિયા હેઠળ છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ગીર અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં પેરાપેટ વિનાના 4376 ખૂલ્લા કૂવાઓ આવેલા છે, આવા ખૂલ્લા કૂવાઓમાં સિંહ તથા અન્ય રક્ષિત વન્ય પ્રાણીઓના પડવાથી ઈજા અને મૃત્યુ પામે છે.