Site icon Revoi.in

ભોપાલમાં સરકારી કર્મચારી પાસેથી 85 લાખની રોકડ તથા કરોડોની સંપત્તિ મળી

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં આરોગ્ય વિભાગના ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW) એ દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ અપ્રમાણસર સંપત્તિના પુરાવા મળ્યા હતા. તપાસમાં ચાર કરોડથી વધુની સંપત્તિનો પર્દાફાશ થયો હતો. તેમજ તેના ઘરેથી 85 લાખની રોકડ પણ મળી આવી હતી. દરમિયાન આરોગ્ય કર્મચારી કેસવાણીએ તપાસ ટીમની કાર્યવાહીથી બચવા માટે ફિનાઈલ પીધું હતુ, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલમાં સામાન્ય પગાર ઉપર નોકરી કરતા ક્લાર્ક પાસેથી બૈરાગઢમાં વૈભવી મકાનના પ્લોટના દસ્તાવેજ મળ્યાં હતા. એટલું જ નહીં તેની પાસેથી દાગીના મળી આવ્યાં હતા. આ ઉપરાંત તેની પત્નીના ખાતામાં મોટી રકમ જમા હોવાનું સામે આવ્યું છે. અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ પર, EOW એ કોર્ટના આદેશ બાદ તેના ઘર પર દરોડા પાડ્યા હતા. ક્લાર્ક પાસેથી લાખોની રોકડ રકમ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે એજન્સી દ્વારા વધારાની તપાસ શરૂ કરવામાં આવી છે.

(PHOTO-FILE)