Site icon Revoi.in

પાકિસ્તાનના સ્વાત જીલ્લામાંથી ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુંનુ 1300 વર્ષ જુનુ  મંદિર મળી આવ્યું

Social Share

પાડોશી દેશ પાકિસ્તાનમાં વિતેલા સમયમાં ઘણી બધા હિન્દુ મંદિરો મળી આવ્યા છે, હજારો મંદિરો પાકિસ્તાનમાં સ્થિતિ છે,જેમાં  હવે ક વધુ મંદિરનો ઉમેરો થયો છે, એક ખોદકામ કરતા દરમિયાન ભગવાન વિષ્ણુંનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે.

ઉત્તર પશ્વિમી પાકિસ્તાનના સ્વાત જીલ્લામાં એક પહાડમાં પાકિસ્તાની  અને ઇટાલિયન પુરાતત્ત્વીય નિષ્ણાતોએ 1,300 વર્ષ જૂના ખુબ જ પ્રાચીન હિન્દુ મંદિરને શોધ્યુ છે. આ મંદિર બારીકોટ ધુંડઈ ખાતે ખોદકામ કરતા દરમિયાન મળી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ મંદિર ભગવાન વિષ્ણુનું છે અને અહીં હિન્દુ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્ત્વીય વિભાગના વરિષ્ઠ અધિકારી ફઝલે ખલીકે ગુરુવારે આ વાતની ઘોષણા કરતા કહ્યું કે ભગવાન વિષ્ણુની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે અને તેની પૂજા ઘણા વર્ષો પહેલા કરવામાં આવી હતી.

સ્વાત જીલ્લામાં પ્રથમ વખત હિન્દુકાળનું મંદિર મળી આવ્યું

વધુ માહ્તી આપતા તેમનણ જણાવ્યું હતું કે, આ મંદિરને 1300 વપર્ષ પહેલા હિન્દુ સાશનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું છે, ખોદકામ દરમિયાન મંદિર પાસેથી છાવની અને પહેરો આપવા માટે મીનારા પણ મળી આવ્યા છે, આ સાથએ જ મંદિર પાસે એક પાણીનો કુંડ પમ નમળી આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પૂજા કરતા વખતે ભક્તો અહી સ્નાન કરતા હશે, આ સમગ્ર વિસ્તારમાં પ્રથમ વખત હિન્દુ શાહીકાળના સ્મારક મળી આવ્યા છે, ખલીક એ જણાવ્યું છે કે સ્વાત જીલ્લો એક હજાર વર્ષ જુના પુરાતાત્વિક સ્થળોનું એક ઘર છે અહી પહેલી વખત હિન્દુ મંદિર મળી આવ્યું છે.

સ્વાત જીલ્લાનું ગાંધાર સ્સ્કૃતિનું આ પ્રથમ મંદિર

મળતી માહિતી પ્રમાણે આ સ્થાન પર ઈસ. 850 થી 1026 સુધી હિન્દુ શાહી અથવા કાબુલ શાહી રહ્યું છે.અહી એક હિન્દુ રાજવંશ હતો જે  કાબુલ ખીણ (પૂર્વી અફઘાનિસ્તાન), ગાંધાર (આધુનિક પાકિસ્તાન) અને હાલના ઉત્તર પશ્ચિમ ભારતમાં તેનું શાસન હતુ. ઇટાલીના પુરાતત્ત્વીય મિશનના વડા ડો લુકાએ જણાવ્યું હતું કે સ્વાત જિલ્લામાં શોધાયેલ આ ગાંધાર સંસ્કૃતિનું પહેલું મંદિર હતું.

સાહીન-