Site icon Revoi.in

અમદાવાદના 19 વર્ષીય યુવાને પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 550 કિલો વજન ઉચકી સિલ્વર મેડલ મેળવ્યો

Social Share

અમદાવાદ:  શહેરના ઘણાબધા યુવાનો પોતાની તંદુરસ્તી માટે જીમ અને યોગા તરફ ઢળી રહ્યા છે. યુવાનો જીમમાં પરશેવો પાડીને વિવિધ કસરતો કરીને આકર્ષક બોડી બનાવતા હોય છે. બોડી બિલ્ડર્સ માટે વિવિધ પ્રત્યોગિતા પણ યોજાતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સ  પ્રતિયોગિતામાં ભાગ લેતા હોય છે. ત્યારે વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ દ્વારા આયોજિત સ્પર્ધામાં અમદાવાદના આદિત્ય મકવાણાએ 93 કિલો વજનની શ્રેણીમાં કુલ 550 કિલો વજન ઊંચકી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

ગોવા ખાતે યોજાયેલી નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ગોવા સુપર બોડી પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા વિજેતા આદિત્યને સિલ્વર મેડલ અર્પણ કરાયો હતો.આ સ્પર્ધા માટે આદિત્યએ સખત મહેનત કરી હતી અને દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રણ લિફ્ટ્સ પર મહત્તમ વજનના ત્રણ પ્રયાસોનો સમાવેશ થાય છે. જેમાં સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ. જેમાં 19 વર્ષીય આદિત્યએ જુનિયર કેટેગરીમાં નેશનલ લેવલ પર પાવર લિફ્ટિંગ ક્ષેત્રે કુલ 550 કિલો વજન ઊંચકી સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યા બાદ આદિત્ય મકવાણા જણાવ્યું હતું કે. હું 15 વર્ષનો હતો ત્યારથી જીમ જવાનું ચાલુ કર્યું હતું. તેના પિતાએ આદિત્યને બોડી મેઈન્ટેઈન કરવા જીમમાં જવા સલાહ આપી હતી. આદિત્યને પોતાના કાકા કિરણ ડાભીથી પ્રેરાઈ મજબૂત બોડી બનાવવાની પ્રેરણા મેળવી હતી.આદિત્યના કાકા બોડી બિલ્ડર હતા.તેઓ 6 વખત સ્ટેટ લેવલ પર ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂક્યા હતા.

Exit mobile version