Site icon Revoi.in

મેધાલયમાં કોંગ્રેસને મોટો ફટકો,પૂર્વ સીએમ સહીત 12 ઘારાસભ્યો TMC મા જોડાયા

Social Share

 

શિલોંગઃ સમગ્ર દેશભરમાં રાજકરણ ગરમાયેલું જોવા ળી રહ્યું છે, ક્યાક કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે તો ક્યાક આમ આદમી પાર્ટીને, દરેક પક્ષ પોતાને મજબૂત બનાવાની કવાયત કરી રહ્યો છે ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે મેઘાલયમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

વિતેલા દિવસને મેધાલયના બુધવારે પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિત કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે તૃણમૂલ કોંગ્રેસ હવે મેઘાલયમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. સૂત્રોના જણાવ્યાપ્રમાણે, આ તમામ ધારાસભ્યો શિલોંગમાં ટીએમસીમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે વિન્સેન્ટ એચ. પાલાને મેઘાલય પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા બનાવાયા બાદ તેમની અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ વિધાનસભ્ય પક્ષના નેતા મુકુલ એમ સંગમા વચ્ચેના સંબંધો બરાબર નહોતા ચાલીરહ્યા,ગયા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મુકુલ સંગમા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વિન્સેન્ટ એચ પાલા સાથે મુલાકાત કરી હતી.

પાલાની  નિમણૂક થયા બાદ સંગમાએ કહ્યું હતું કે પાર્ટી નેતૃત્વએ આ સંબંધમાં તેમની સાથે સલાહ લીધી નથી. ત્યારથી સંગમા પણ ટીએમસીમાં જોડાય તેવી અપેક્ષા સેવાઈ રહી હતી અને હવે સંગમા સહિત કુલ 12 ધારાસભ્યોએ પક્ષ બદલીને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે.

ઉલ્લેખની છે કે વિધાનસભામાં વિપક્ષના નેતા સંગમા કોંગ્રેસના ટોચના નેતૃત્વથી નારાજ હતા. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય એચએમ શાંગપ્લિયાંગે રાજ્યમાં પાર્ટીના 12 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાની વાત કરી હતી. છેવટે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

Exit mobile version