Site icon Revoi.in

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ કંપનીમાં થયો બ્લાસ્ટ, અનેક લોકો ઈજાગ્રસ્ત

Social Share

મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ પાલઘરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટના મોડી રાતે બની છે .જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘરના બોઈસર તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં ભારત કેમિકલ્સમાં વિસ્ફોટ થયો હતો.

જો કે ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ દોડી આવી હતી. વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુંગા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ક્યાં કારણે વિસ્ફોટ થયો તે હાલમાં જાણવા મળ્યું નથી. હાલ ઘટનાસ્થળ પર ફાયર ટેન્ડર હાજર છે. વિસ્ફોટનો અવાજ આસપાસના વિસ્તારમાં પણ સંભળાયો હતો.

મહારાષ્ટ્રનો પાલઘર વિસ્તાર છે ત્યાં નાની મોટી કંપનીઓ પણ આવેલી છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો કામ કરતા હોય છે. હાલ બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તેના વિશે જાણકારી મળી નથી, પરંતુ નામ ન કહેવાની શરતે કેટલાક મજૂરે જણાવ્યું હતુ કે, બ્લાસ્ટ કોઈ ટેક્નિકલ કારણોસર પણ થયો હોઈ શકે છે.

હાલ અત્યાર સુધી કોઈ જાનહાનીની પણ જાણકારી સામે આવી નથી, જે અત્યાર સુધી સૌથી રાહતભર્યા સમાચાર છે.

Exit mobile version