Site icon Revoi.in

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં વિસ્ફોટ, 30 લોકોના મોત, 50 ઘાયલ

Social Share

દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદની અંદર આજે બોમ્બ વિસ્ફોટ થયો છે.જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે જયારે 50 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.આ ઘટના કોચા રિસાલદાર વિસ્તારની છે.

પેશાવરના સીસીપીઓ ઈજાઝ અહસાને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે,વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.લેડી રીડિંગ હોસ્પિટલના મીડિયા મેનેજર આસીમ ખાને જણાવ્યું કે,અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 30 મૃતદેહો લાવવામાં આવ્યા છે.

સીસીપીઓએ જણાવ્યું હતું કે,પ્રારંભિક અહેવાલો અનુસાર, બે હુમલાખોરોએ શહેરના કિસ્સા ખ્વાની બજારમાં એક મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં સુરક્ષા કરી રહેલા પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું.જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે.

સીસીપીઓએ કહ્યું કે હુમલા બાદ મસ્જિદમાં લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને જોરદાર વિસ્ફોટ થયો.ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

Exit mobile version