Site icon Revoi.in

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલની મસ્જીદમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં મૃતકોની સંખ્યા 50 ને પાર

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને શુંક્રવારની બપોરે અફઘાનિસ્તાનની રાજઘાની કાબુલની એક મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી આ ઘટનામાં  50 થી વધુ નમાઝ માટે હાજર રહેલા લોકોના મોત થયા હોવાનો એહેવાલ છે. ઉલ્લેખનીય છે કે રમઝાનના મુસ્લિમ પવિત્ર મહિના દરમિયાન અફઘાનિસ્તાનમાં નાગરિક પર આ હુમલો કરવામાં આવ્યો છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે મુસ્લિમ પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે સેંકડો લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા અને ખલીફા આગા ગુલ જાન મસ્જિદ પબ્ભલિકથી રચક હતી ત્યારે આ ઘટના બનવા પામી અને હજી  જાનહાનિ હજુ વધવાની આશંકા છે.

આ વિસ્ફોટ રાજધાનીના પશ્ચિમમાં ખલીફા સાહિબ મસ્જિદમાં બપોરે થયો હતો, આંતરિક મંત્રાલયના નાયબ પ્રવક્તા બેસમુલ્લાહ હબીબે જણાવ્યું હતું કે, અધિકારીએ મૃતકોની સંખ્યા 10 હોવાની પુષ્ટિ કરી હતી.જો કે આજે આ મૃતકોની સંખ્યા વધી છે.

આ હુમલો ત્યારે થયો જ્યારે સુન્ની મસ્જિદમાં ઉપાસકો બંદગી ઝીક્રમાં જોતરાયા હતા શુક્રવારની નમાઝ પછી એકત્ર થયા હતા – ધાર્મિક સ્મરણનું ઝીક્રનું કાર્ય જે કેટલાક મુસ્લિમો દ્વારા  કરવામાં આવે છે પરંતુ કેટલાક કટ્ટર સુન્ની જૂથો દ્વારા તેને વિધર્મી તરીકે જોવામાં આવે છે.મસ્જિદના વડા, સૈયદ ફાઝિલ આગાએ જણાવ્યું હતું કે તેઓ જે માને છે તે આત્મઘાતી બોમ્બર આ ઝીક્સરના મારોહમાં તેમની સાથે જોડાયો હતો અને વિસ્ફોટ કર્યો હતો.

Exit mobile version