Site icon Revoi.in

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ,12 લોકોના મોત : 25 ઘાયલ

Social Share

દિલ્હી:અફધાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાત શહેરમાં શુક્રવારે બોમ્બ બ્લાસ્ટમાં ઓછા માં ઓછા 12 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.અહેવાલ મુજબ,સ્વાસ્થ્યકર્મીઓનું કહેવું છે કે,હેરાત શહેરના પીડી 12 માં થયેલા બોમ્બ ધડાકામાં 12 લોકોના મોત થયા છે જયારે 25 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટક પદાર્થને રમત-ગમતના મેદાનમાં જમીનની  નીચે દાટવામાં આવ્યા હતા અને જયારે લોકો રમી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.અફધાનિસ્તાનમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તાલીબાને સતા પર કબજો મેળવ્યો હતો અને ત્યારથી જ શહેરમાં આ રીતે ડઝનેક હુમલાઓ થયા છે.

આ પહેલા જાન્યુઆરીમાં હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા જયારે અન્ય 9 લોકો ઘાયલ થયા હતા.મીડિયા રિપોર્ટ મુજબ મરનારમાં 4 મહિલાઓ સામેલ હતી.આ સિવાય અફધાનિસ્તાનની કેટલીક શિયા મસ્જિદોમાં પણ બોમ્બ ધડાકો થયો હતો જેમાં સેંકડો લોકોના મોત થયા હતા.