Site icon Revoi.in

ઈકારઃ રાજધાની બગદાદના રસ્તા પર ભયાનક બોમ્બ બ્લાસ્ટની ઘટનાઃ 25 લોકોના થયા મોત

Social Share

 

દિલ્હીઃ ઈરાકના સુરક્ષા અધિકારીઓએ એ આપેલી માહબિતી પ્રમાણે ઈરાકની રાજધાની બગદાદના ઉપનગરમામં વિતેલા દિવસ સોમવારે રસ્તા પર એક ભયાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં 25 લોકોના મોત થાય છે.આ સહીત અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર પણ સામે આલવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ સદ્ર શહેરના એક ગીચ બજારમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે એક દિવસ બાદ બકરીઈદનો તહેવાર છે ત્યારે લોકોની મોટી સંખ્યામાં ભીડ ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી હતી ,આ બજાર પાસેના રસ્તા પર વિસ્ફઓટ થતા 25 લોકોએ જીવ ગુમાવ્યા છે.

હજી સુધી આ બ્લાસ્ટની કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી, પરંતુ ઇસ્લામિક સ્ટેટે ભૂતકાળમાં આ વિસ્તારમાં થયેલા આ પ્રકારના હુમલાઓની જવાબદારી લીધી છે.ઉલ્લેખનીય છે  કે એપ્રિલ મહિનામાં સદ્ર શહેરમાં એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા.

ઈરાકની સેનાએ આપેલા  નિવદેન પ્રમાણે  વડાપ્રધાન મુલસ્તફા અલ-કદીમીએ માર્કેટ ક્ષેત્ર માટે જવાબદાર એવા સંધીય પોલીસ રેજિમેન્ટ કમાન્ડરની ધરપકડ કરવામાં આવી છે,આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જો કે બ્લાસ્ટ વિશે હજી કોઈ માહિતી મળી નથી કે આ ઘટનામાં તોણ જવાબદાર હોઈ શકે.