Site icon Revoi.in

બંગાળ પંચાયત ચૂંટણીઃ મતગણતરી કેન્દ્ર બહાર થયો બોમ્બ બ્લાસ્ટ

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, કેટલાક મતદાન ગણતરી કેન્દ્રોની પાસે હિંસાના બનાવો બન્યાં છે. દરમિયાન ડાયમંડ હાર્બરમાં એક મતગણતરી કેન્દ્ર પાસે દેશી બોમ્બનો બ્લાસ્ટ થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બ્લાસ્ટમાં જાનહાનીને લઈને કોઈ માહિતી સામે આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવામાં આવતાની સાથે જ ટીએમસીના ઉમેદવારો અનેક બેઠકો ઉપર આગળ હતા. ગ્રામપંચાયતની 3341 બેઠકો પૈકી 1847 બેઠકોના પરિણામ અત્યાર સુધી જાહેર થયાં છે. જેમાં 1254 બેઠક ઉપર ટીએમસી, 288 બેઠક ઉપર ભાજપ, 110 બેઠક ઉપર એલએફ, 137 બેઠક ઉપર કોંગ્રેસ, 14 બેઠક ઉપર આઈએસએફ તથા 44 બેઠક ઉપર અન્ય પક્ષના ઉમેદવારોની જીત થયાનું જાણવા મળે છે. પંચાયત સમિતિની 341 બેઠકો પૈકી 28 બેઠક ઉપર ટીએમસીનો વિજય થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  દરમિયાન કુચબિહારના ફલીમારી ગ્રામ પંચાયતના એક મતગણતરી કેન્દ્ર ઉપર કથિત હીતે ટીએમસીના એક ઉમેદવારે મતપત્રો ઉપર સહી અને પાણી ફેક્યાનું ચર્ચાઈ રહ્યું છે. જેના પગલે હંગામો મચી ગયો હતો.

હુગરીના ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ જણાવ્યું હતું કે, ધનિયાખલી વિધાનસભામાં કાઉન્ટિગ એજન્ટ મતગણતરી કેન્દ્ર ઉપર ઉપસ્થિત હતા. પરંતુ અહીં ઉપસ્થિત ટીએમસી કાર્યકરોને જાણ થઈ કે બેલેટ બોક્સ ખુલતાની સાથે ભાજપાને વધારે મત મળી રહ્યાં છે. જેથી તમામને બહાર કાઢી મુકવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક શખ્સો મતગણતરી કેન્દ્રોમાં ઘુસ્યાં હતા. એટલું જ નહીં મહિલા સાથે મારામારી કરવામાં આવી હતી. ભાજપાએ વિધાનસભા વિસ્તારમાં ફરીથી ચૂંટણી કરાવવાની માંગણી કરી છે.

ડાયમંડ હાર્બર ખાતે મતગણતરી કેન્દ્રની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ભાજપાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં બોગસ મતદાન થયું છે, આવી હિંસા ક્યારે જોઈ ના હોય તેવી છે. ભાજપા ઉપરાંત અન્ય પાર્ટીના કાર્યકરોની પણ ચૂંટણી દરમિયાન હત્યા થઈ છે. જેમાં વહીવટી તંત્ર પણ સામેલ હતું. બંગાળની ઘટના ઉપર રાહુલ, લાલુ યાદવ અને નીતિશ કુમાર ચુપ કેમ છે.