Site icon Revoi.in

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજીનો ધમધમાટ, BSE અને NSE માં ઉછાળો

Social Share

મુંબઈઃ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા ગુરૂવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. જોકે, બજાર ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગ માટે વેચવાલીનું દબાણ પણ થોડા સમય માટે નિર્માણ થતું જોવા મળ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ખરીદદારોએ ફરી ખરીદીનું દબાણ બનાવી શેરબજારની ગતિ વધારી દીધી હતી. ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સેન્સેક્સ 0.77 ટકાના વધારા સાથે અને નિફ્ટી 0.74 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ શેરબજારના મોટા શેરોમાં કોલ ઈન્ડિયા, એનટીપીસી, ઓએનજીસી, શ્રીરામ ફાઈનાન્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર 3.36 ટકાથી 4.22 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ હીરો મોટોકોર્પ, હિન્દુસ્તાન યુનિલિવર, ડિવિઝ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને નેસ્લેના શેર 2.51 ટકાથી 1.55 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

BSE સેન્સેક્સ આજે 696.46 પોઈન્ટ ઉછળીને 75,078.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ નફો બુક કરવા માટે ઓલ-રાઉન્ડ સેલિંગ શરૂ થયું, જેના કારણે આ ઈન્ડેક્સ શરૂઆતના સ્તરથી લગભગ 550 પોઈન્ટ ઘટીને 74,526.06 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો. પરંતુ આ પછી ખરીદદારોએ બજારમાં ચાર્જ સંભાળ્યો અને ખરીદી શરૂ કરી. જોકે, બજારે સમયાંતરે વેચાણના આંચકા અનુભવવાનું ચાલુ રાખ્યું હતું. આમ છતાં સતત ખરીદીના કારણે આ ઇન્ડેક્સની મુવમેન્ટમાં તેજી રહી હતી. બજારમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે ટ્રેડિંગના પ્રથમ કલાક પછી સવારે 10:15 વાગ્યે સેન્સેક્સ 572.02 પોઇન્ટના વધારા સાથે 74,954.26 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સની જેમ જ એનએસઈનો નિફ્ટીએ પણ આજે 178.25 પોઈન્ટના વધારા સાથે 22,798.60 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. શરૂઆતના કારોબારમાં વેચાણના દબાણને કારણે આ ઈન્ડેક્સ શરૂઆતના સ્તરથી લગભગ 150 પોઈન્ટ ઘટીને 22,642.60 પોઈન્ટ પર આવી ગયો હતો. પરંતુ આ પછી ખરીદદારોએ ખરીદી શરૂ કરી, જેના કારણે આ ઇન્ડેક્સની ગતિ ફરી વધી. બજારમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે શરૂઆતના 1 કલાકના ટ્રેડિંગ બાદ સવારે 10:15 વાગ્યે નિફ્ટી 167.80 પોઈન્ટના વધારા સાથે 22,788.15 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પહેલા બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 2,303.19 પોઈન્ટ અથવા 3.20 ટકાના વધારા સાથે 74,382.24 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 735.85 પોઈન્ટ અથવા 3.36 ટકા ઉછળીને બુધવારના કારોબારને 22,620.35 પોઈન્ટના સ્તરે સમાપ્ત કર્યો.

Exit mobile version