- જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મૌલવીની ધરપકડ
- આતંકીઓને ગુપ્ત માહિતી પહોંચાડતો હતો આ મૈલવી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ખાસ નજર ટકેલી હોય છે, સતત શઆંતિનો ભંગ કરવાનો તેઓ પ્રય.ત્ન કરતા હોય છે ત્યારે સુરક્ષાદળો આતંકીઓને સહોયગ પુરા પાડનારા ગુનેગારોની શોધમાં હોય છે આજ શ્રેણીમાં આતંકીના મદદગારની આજરોજ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં શનિવારે એક શંકાસ્પદ મૌલવીને સુરક્ષા દળોએ પકડ્યો હતો. તેના પર આરોપ છે કે મૌલવી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન કાશ્મીરી જાનબાઝ ફોર્સને સુરક્ષા અને વહીવટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી મોકલતો હતો.
આ પહેલા પોલીસને બાતમી મળી હતી, પોલીસને મિલિટરી ઈન્ટેલિજન્સ પાસેથી મળેલા ચોક્કસ ઈનપુટના આધારે 22 વર્ષીય અબ્દુલ વાહિદની ધરપકડ કરી છે. અબ્દુલ ડોડા જિલ્લાના ચિરજીનો રહેવાસી છે અને કિશ્તવાડની એક દરગાહમાં મૌલવી તરીકે કાર્યરત છે.
આ અંગેની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન કાશ્મીરી જાંબાઝ ફોર્સને સૈન્ય તૈનાતી અને વહીવટ સાથે જોડાયેલી માહિતી મોકલતો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે.જો કે આ આતંકીનો સહયોગી પકડજાઈ જતા સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ કહી શકાય