Site icon Revoi.in

એક એવો દેશ કે જ્યાં એક પણ ATM નથી અને ટીવી જોવા પર પણ પાબંધી

Social Share

આજના સમયમાં ATM લોકોની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. હવે લોકોને પૈસા માટે વારંવાર બેંકમાં દોડવાની જરૂર નથી, ATMની મદદથી સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. જો કે આ યુગમાં પણ દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં એક પણ એટીએમ નથી.અહીં લોકોને હજુ પણ પૈસા ઉપાડવા માટે બેંકમાં જવું પડે છે.આ દેશનું નામ ઇરીટ્રિયા છે. અહીં બીજા પણ ઘણા વિચિત્ર કાયદાઓ છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.તો આવો જાણીએ તેના વિશે..

આ દેશમાં સરકારે ટીવી જોવા પર પણ ઘણા નિયંત્રણો લાદ્યા છે. અહીં લોકો ટીવી પર ફક્ત તે જ ચેનલો જોઈ શકે છે, જે સરકાર તેમને બતાવવા માંગે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે,આ દેશ વર્ષ 1993માં આઝાદ થયો હતો, પરંતુ ત્યારથી અહીં માત્ર એક જ રાષ્ટ્રપતિ શાસન કરી રહ્યા છે, જેનું નામ છે ઈસાયાસ અફેવેર્કી. ખાસ વાત એ છે કે,સરકારની ટીકા કરનારાઓને અહીં જેલમાં પૂરવામાં આવે છે.

આ દેશમાં મોબાઈલ માટે સિમ કાર્ડ ખરીદવું પણ ખૂબ મુશ્કેલ છે અને જો કોઈ રીતે લોકો સિમ કાર્ડ ખરીદે તો પણ તેઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે સિમમાં મોબાઈલ ડેટા નથી.

આ દેશમાં યુવાનો માટે લશ્કરી તાલીમ લેવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનિંગ ન લે તો તેનો પાસપોર્ટ બનતો નથી અને આવી સ્થિતિમાં તે દેશ છોડી શકતો નથી. જો કે, આવા પ્રતિબંધોને કારણે ઘણા લોકો ગેરકાયદેસર રીતે દેશ છોડી દે છે.

 

Exit mobile version