Site icon Revoi.in

આફ્રીકામાં પ્રાણીને પણ મળી સજા- એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર ઘેંટાને કોર્ટે ફટકારી 3 વર્ષ જેલની સજા

Social Share

આપણે સૌ કોઈએ કોર્ટના ચૂકાદાઓ ઘણા સાંભળ્યા હશે જેમાં મર્ડર કરનારાને જર્જ ફાસી કે પછી જેલની સજા આપે છે,જો કે આજે એક નવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જે પ્રમાણે કોર્ટ એ વ્યક્તિને નહી પરંતુ એક જાનવરને સજા ફટકારી છે.

વાત જાણે એમ છે કે એક મહિલાની હત્યાના દોષિત ઘેટાને કોર્ટ દ્રારા ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય કોર્ટે ઘણી શરતો પણ મૂકી છે.આ મામલો આફ્રિકન દેશ સુડાનનો છે. અહીં એક ઘેટાં પર એક મહિલાની હત્યા કરવાનો આરોપ હતો. અદાલતે ઘેટાને હત્યા માટે દોષી ઠેરવ્યો અને ઘેટાંને તેના માલિક સહિત સજા ફટકારી.

ઘેટાંના માલિકને પણ મળી અનોખી સજા

સુદાનમાં એક 40 વર્ષીય મહિલા પર ઘેટાં દ્વારા હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઘેટાના હુમલાથી મહિલા જમીન પર પડી ગઈ હતી. આ પછી ઘેટાંઓ તેમના શિંગડા વડે તેના પર હુમલો કરતા રહ્યા. ઘેટાંએ મહિલાનું મૃત્યુ ન થાય ત્યાં સુધી માર માર્યો. આ પછી મૃતકના સંબંધીઓ કોર્ટમાં ગયા હતા.

અદાલતે ઘેટાંના માલિકને જેલની સજા ફટકારી ન હતી, પરંતુ ઘેટાંને જેલમાં મોકલ્યો હતો. તે ત્રણ વર્ષ સુધી ત્યાં રહેશે, ત્યારબાદ જ્યારે તે બહાર આવશે ત્યારે તેને મૃતક મહિલાના પરિવારજનોને સોંપવામાં આવશે. આ સિવાય કોર્ટે ઘેટાંના માલિકને પાંચ ગાયો ખરીદીને મૃતકના સંબંધીઓને આપવાનો આદેશ આપ્યો છે.

 

Exit mobile version