1. Home
  2. Tag "court"

જેલમાં અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની કેજરિવાલની માંગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા […]

‘AAP’ના ધારાસભ્યને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પાઠવ્યુ સમન્સ, 20મી હાજર રહેવા નિર્દેશ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં નોટિસ છતા હાજર ન થવા બદલ સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પર હાજર થવામાં નિષ્ફળતા માટે એક્ટની કલમ 63 (4) સાથે વાંચી કલમ […]

અપમાનિત અને હેરાન કરવા ધરપકડ કરાયાની કેજરિવાલે કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલની અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેજરિવાલે લીકર પોલીસી કેસમાં ઈડી અને લોવર કોર્ટના જેલમાં મોકલવાના આદેશને પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણીમાં કેજરિવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડ અપમાનિત અને પહેરાશ કરવા કરાઈ છે. ન્યાયમૂર્તિ સ્વર્ણ […]

‘આપ’ના નેતા સંજ્યસિંહ દિલ્હી-એનસીઆર છોડીને બહાર જઈ શકશે નહીં

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં સંજ્ય સિંહને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજીનો આદેશ રાઉજ એવન્યુ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટએ સુનાવણી બાદ જામીનની શરતોનો નિર્દેશ કર્યો હતો. રાઉજ એવન્યુ કોર્ટએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજ્ય સિંહને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સંજય સિંહ […]

પાકિસ્તાન: કોર્ટ કાર્યવાહીમાં ISIનો હસ્તક્ષેપ, ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ માંગી મદદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટેના છ ન્યાયમૂર્તિઓએ દેશની શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ન્યાયમૂર્તિઓએ પાકિસ્તાનના ન્યાયીક પરિષદને પત્ર લખ્યો છે. જજોએ જણાવ્યું હતું કે, દેશની ગુપ્તચર એજન્સીઓ હાઈકોર્ટ ઉપર વિવિધ પ્રકારે દબાણ બનાવે છે, જેથી ન્યાયપાલિકાની કામગીરીને અસર થાય છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ ન્યાયીક પરિષદ પાસે મદદની માંગણી […]

કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDની અરજી ઉપર કોર્ટે મોકલ્યું સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ પ્રકરણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે (અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી ઉપર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચ સુધી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં, EDએ કથિત દિલ્હી લિકર પોલિસીની મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું […]

બ્રિટનઃ આતંકી સંગઠન ISISમાં જોડાવા ભાગેલી યુવતીને ફરીથી નાગરિકતા આપવાનોનો યુકેનો ઈન્કાર

નવી દિલ્હીઃ લંડનમાં જન્મેલી બાંગ્લાદેશી મૂળની શમીમા બેગમએ ફરીથી નાગરિકતા મેળવવા કરેલી અપીલ ફગાવી દેવામાં આવી છે. 15 વર્ષની ઉંમરે તે ISIS આતંકી સંગઠનમાં જોડાવા માટે ભાગી ગઈ હતી. બ્રિટિશ નાગરિકતા મેળવવા અને સીરિયામાંથી બ્રિટન પરત ફરવાની બીજી કાનૂની અપીલ ફગાવી દેવામાં આવી હતી. અગાઉ 2022માં સુપ્રીમ કોર્ટે તેમને બ્રિટન પાછા ફરતા રોકવાના નિર્ણયને યથાવત […]

દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના સાત ધારાસભ્યોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના બજેટ સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાત ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. આ ધારાસભ્યોને બજેટ સત્રની શરૂઆતમાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધનમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહન સિંહ અને ન્યાયમૂર્તિ મનમીત પીએસ અરોરાની […]

ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવાર જૂથ પડકારે તે પહેલા જ અજિત પવાર જૂથે કોર્ટમાં અરજી દાખલ કરી

મુંબઈઃ ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, વિપક્ષ ટૂંક સમયમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી. દરમિયાન અજિત પવાર જૂથે બુધવારે કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. તેમના વતી એવી માંગણી […]

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી

નવી દિલ્હીઃ આર્થિક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઈમરાનને 10 વર્ષની સજા ફરમાવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્તાપક ઈમરાન ખાનની સામે સાઈફર કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો. સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાન ઉપરાંત પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code