Site icon Revoi.in

ઓઈલ ઈન્ડિયાના નેટવર્ક પર સાયબર એટેકની ઘટના સામે આવી – 57 કરોડની ખંડણી માંગી

Social Share

દિલ્હીઃ- છેલ્લા એક અઠવાડિયાથી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાનો પર સાયબર હુમલાઓની ઘટના બની રહી છે પહેલસા ઉત્તર પ્રદેશના સીએમ સહીત યુપી સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવાની ઘટના બની હતી, આ સાથે જ હવામાન વિભઆગનું ખાતપ પણ હેક કરવામાં આવ્યું ત્યારે હવે ઓઈલ કંપની હેકર્સના નિશાના પર આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે સાયબર હુમલાનો ભોગ બનેલી જાહેર ક્ષેત્રની સંસ્થા ઓઈલ ઈન્ડિયા લિમિટેડ પાસેથી 57 કરોડની ખંડણી માંગવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે સાયબર હુમલા બાદ આસામમાં ઓનલાઈન કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને ઓફલાઈન ચાલુ રાખવામાં આવ્યું છે.

આ ઘટનાને મામલે કંપનીના સુરક્ષા મેનેજરે પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે સાયબર હુમલો 10 એપ્રિલે થયો હતો, જ્યારે 12 એપ્રિલે આઈટી વિભાગ દ્વારા આ હુમલા અંગેની માહિતી આપવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીનું નેટવર્ક, સર્વર અને ગ્રાહકોના કમ્પ્યુટર નેટવર્કની બહાર હતા. હુમલાખોરોએ કોમ્પ્યુટરમાં રહેલી નોટથી 57 કરોડની ખંડણી માંગી છે.

કંપનીના પ્રવક્તા ત્રિદેવ હજારિકાએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં થોડો સમય લાગી શકે તેમ છે. ઓનલાઈન સિસ્ટમ હાલ બંધ છે, પરંતુ ઓફલાઈન કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ડેટા ઑફલાઇન સાચવવામાં આવી રહ્યો છે. જ્યારે IT સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત થશે ત્યારે ફરીથી અપલોડ કરવામાં આવશે.જો કે ઘટનાના બે દિવસ બાદ આ અંગેની માહિતી શેર કરવામાં આવી છે.