Site icon Revoi.in

દિલ્હીની કોર્ટે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની કાર્યવાહી પર રોક લગાવી

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગ કેસ સામે સતત કાર્વાહી થઈ રહી છે.જો કે આજરોજ સોમવારે  દિલ્હી કોર્ટે મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી સામે સ્ટે આપવાનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલી ટ્રાન્સફર અરજી પર તમામ આરોપીઓને નોટિસ પણ જારી કરી હતી.

જો કે હવે આ મામલો હવે 30 સપ્ટેમ્બરે સુનાવણી માટે કોર્ટ સામે આવશે. બે આરોપી વૈભવ જૈન અને અંકુશ જૈન તરફથી હાજર રહેલા એડવોકેટ સુશીલ કુમાર ગુપ્તાએ તેમના ક્લાઈન્ટ વતી નોટિસ સ્વીકારી હતી અને એ બાબતે પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ઈડી એ આ કેસમાં સમગ્ર ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે ઈડીએ જૈન વિરુદ્ધનો કેસ સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલની કોર્ટમાંથી અન્ય કોઈ જજને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

આપણે સૌ જાણીએ છીએ કે મંત્રી જૈન પર આરોપ છે કે તેમની સાથે કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા નાણાંની લોન્ડરિંગ કરી હતી. ગોયલે તાજેતરમાં 16 સપ્ટેમ્બરના રોજ ઈડીને જેલની અંદર સત્યેન્દ્ર જૈનની આબકારી નીતિ કૌભાંડ કેસના સંદર્ભમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.સ્પેશિયલ કોર્ટે તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં મંત્રી સાથે કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ સહિત સત્યેન્દ્ર જૈન, તેની પત્ની અને અન્ય આઠ વિરુદ્ધ ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રોસિક્યુશન ફરિયાદની નોંધ લીધી હતી.