Site icon Revoi.in

પીએમ મોદી અને બાંગલાદેશના પીએમ વચ્ચે ડિસેમ્બર મહિનામાં ડિજીટલ બેઠક યોજાશે

Social Share

વિદેશ મંત્રાલય તરફથી મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમિન અને તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરની અધ્યક્ષતાવાળી સંયુક્ત સલાહકાર આયોગની છઠ્ઠી બેઠકમાં બંને પાડોશી દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ યોજાયેલ બેઠક દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીએ દ્વિપક્ષીય સંબંધો અંગે સંતુષ્ટિ વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, “બંને દેશોના વિદેશ પ્રધાનોએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે”.

બાંગલાદેશને કોવિડ-19ની તમામ સેવાઓ ઝડપી પૂર્ણ કરવાના આદેશ આપ્યા

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ” મંત્રી જયશંકરે કોવિડ -19 વેક્સિનની આપૂર્તિ માટેની પ્રતિબધ્ધતાને પુનરાવર્તિત કરી  હતી, વિદેશ મંત્રી ડો.જયશંકરે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, બાંગ્લાદેશમાં વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણો, વેક્સિનનું વિતરણ અને સહ ઉત્પાદન જરૂરી માહિતીની આપ-લે ઝડપથી હવે કરવામાં આવે.

વિદેશ મંત્રી જયશંકરે પણ નેબરહુડ ફર્સ્ટ નીતિને આપ્યું પ્રાધાન્ય

વિદેશ પ્રધાન જયશંકરે પણ નેબરહુડ ફર્સ્ટ નીતિને પ્રાધાન્ય આપવાનું પણ કહ્યું હતું. આ સાથે, બેઠકમાં બંને દેશોના મંત્રીઓએ પણ તિસ્તાના પાણીના વહેંચણી માટેના વચગાળાના કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રતિબદ્ધતા પણ પુનરાવર્તિત કરી હતી. તેમણે છ અન્ય સંયુક્ત નદીઓ મનુ, મુહુરી, ખોવાઈ, ગુમતી, ધરલા અને દૂધકુમારના પાણીના વહેંચણીના અતંકરારના અંતિમ કરાર સમજોતાની રુપરેખાને જલ્દીથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ દરમિયાન, તેમણે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તના પ્રસંગે બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરાયેલ પોસ્ટ ટિકિટનું સંયુક્ત રીતે અનાવરણ પણ કર્યું હતું

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા  પર બાયોપિક બનાવવા બાબતે બંને પક્ષે વચ્ચે થઈ ચર્ચા

આ ઉપરાંત ભારતીય ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિર્દેશનમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બાંગબંધુ શેઠ મુજીબુર રહેમાન પર બાયોપિક બનાવવા બાબતે બંને પક્ષે ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે લિબરેશન વોર ડોક્યૂમેન્ટ્રી પર કામ શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.ત્યારે હવે આવનારા ડિસેમ્બર મહિનામાં પીએમ મોદી અને બાંગ્લાદેશના પ્રઘાનમંત્રીની ડીજીટલ બેઠક યોજાશે.

સાહીન-