1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ચીનની ખાસ બેઠક, ભારત વિરુદ્ધ શું રંધાઈ રહ્યું છે?

બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન દ્વારા ત્રિપક્ષીય સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ત્રણેય દેશો સારા પડોશીપણું, પરસ્પર વિશ્વાસ, સમાનતા, ખુલ્લાપણું, સમાવેશકતા અને સહિયારા વિકાસના સિદ્ધાંતોના આધારે આગળ વધવા સંમત થયા છે. આ પહેલી વાર હતું જ્યારે ચીને પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશ સચિવોની આ પ્રકારની ત્રિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. વિદેશ નીતિના નિષ્ણાતો તેને ભારત […]

બાંગ્લાદેશઃ મોહમ્મદ યુનુસે વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

બાંગ્લાદેશ આ દિવસોમાં ઊંડા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ હવે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. ઢાકામાં સલાહકાર પરિષદની બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તેમના માટે કામ કરવું અશક્ય બની રહ્યું છે. આ ફક્ત એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમગ્ર રાજકીય […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધાશે, બાંગ્લાદેશના યુવાનો મોટી સંખ્યામાં આતંકી સંગઠન TTPમાં જોડાઈ રહ્યાં છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અને જનરલ અસીમ મુનીરની સેના સામે હવે એક નવો અને અણધાર્યો સુરક્ષા પડકાર ઉભો થયો છે. આ ખતરો ફક્ત પાકિસ્તાની સરહદોમાં જ નથી, પરંતુ હવે તેને બાંગ્લાદેશ સાથે જોડાયેલા આતંકવાદીઓના રૂપમાં બાહ્ય સમર્થન પણ મળી રહ્યું છે. બાંગ્લાદેશી ડિજિટલ પોર્ટલ ‘ધ ડિસેન્ટ’ ના અહેવાલ મુજબ, મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો […]

બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસને જામીન મળ્યા, 5 મહિનાથી જેલમાં હતા

બાંગ્લાદેશ હાઈકોર્ટે જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે. ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ 23 એપ્રિલે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ચિન્મય કૃષ્ણ દાસ ઇસ્કોનના પૂજારી અને બાંગ્લાદેશ સમિક સનાતની જાગરણ જોતના પ્રવક્તા છે. 25 નવેમ્બર 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ, ચિન્મય દાસને દક્ષિણપૂર્વીય […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરની કિંમત અનેક ગણી વધારે

ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે? ભારતના આ બંને પડોશી દેશમાં ગેસના સિલિન્ડરની કિંમત ભારત કરતા ખુબ ઉંચી છે. પાકિસ્તાનમાં ઉપલબ્ધ સિલિન્ડરની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. આર્થિક રીતે નાદાર દેશ પાકિસ્તાનમાં, લોકોને રસોઈ ગેસ માટે લડવું […]

ભારતે બાંગ્લાદેશને ઉપલબ્ધ ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને ઉપલબ્ધ ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધી છે, કારણ કે તેણે તેના એરપોર્ટ અને બંદરો પર “ગંભીર ભીડ” હોવાનું જણાવ્યું હતું. આ સેવાનો ઉપયોગ કરીને, બાંગ્લાદેશ ભારતીય કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ કરીને ત્રીજા દેશોમાં માલની નિકાસ કરતું હતું. “બાંગ્લાદેશ સુધી લંબાવવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા છેલ્લા કેટલાક સમયથી આપણા એરપોર્ટ અને બંદરો પર નોંધપાત્ર […]

બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા મુહમ્મદ યુનુસે ચીન પાસે મદદ માંગી

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શુક્રવારે (28 માર્ચ) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. યુનુસ ચાર દિવસની મુલાકાતે ચીન આવ્યા છે. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે તે આ પાડોશી દેશ સુધી પહોંચ્યો છે. ભારત સાથે બગડતા સંબંધોને કારણે તેને મદદ માટે અહીં-ત્યાં ભીખ માંગવી પડે છે. યુનુસ બુધવારે ચીનના હેનાન શહેર […]

બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી શકે છે, તો ભારત કેમ નહીં : સીએમ યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રશ્ન કર્યો હતો કે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારત રેડીમેડ કપડાની નિકાસમાં બાંગ્લાદેશથી કેમ પાછળ છે. સીએમ યોગીએ પીએમ મિત્ર યોજના હેઠળ ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે અહીં આયોજિત રોકાણકારોના સંમેલનમાં આ સવાલ કર્યો હતો. આદિત્યનાથે કહ્યું, “જો 16 કરોડની વસ્તી ધરાવતું બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી […]

નાગપુર હિંસાની આગમાં બાંગ્લાદેશનું ઘી રેડાયું, ભડકાઉ પોસ્ટમાં લખ્યું- આ કંઈ નથી, વધુ દંગા થશે

નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા પહેલા અને પછી સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારાઓ સામે નાગપુર પોલીસનું સાયબર સેલ કાર્યવાહી કરી રહ્યું છે. આવા ઘણા એકાઉન્ટ્સની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બુધવાર સુધી 6 એફઆઈઆર નોંધવામાં આવી હતી પરંતુ હવે તેમની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code