Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તાલીમ આપવા ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે તાલીમ યોજવામાં આવી હતી. જેમાં EVM અને VVPATની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર, આદર્શ આચારસંહિતા, ખર્ચ નિરીક્ષણ તથા મીડિયા(MCMC) અને સોશિયલ મીડિયા જેવા ચૂંટણી પ્રક્રિયાના વિવિધ વિષયો આવરી લેવાયા હતા. જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું

રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર યોજાનારી સામાન્ય ચૂંટણીઓના સરળ અને સુચારૂ સંચાલન માટે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા ચૂંટણી પ્રક્રિયાના વિવિધ વિષયો અંગે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે યોજાયેલી આ તાલીમમાં EVM અને VVPATની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર અંગે  જે.કે. જગોડા, આદર્શ આચારસંહિતા અંગે  એ.કે. ગૌતમ, ઈલેક્શન એક્સપેન્ડિચર મોનિટરીંગ અંગે સુશ્રી ડૉ. સુપ્રિયા ગાંગુલી, પોલીંગ પાર્ટીઝ અને પોલ ડે અરેન્જમેન્ટસ્ અંગે  એમ.એ. સૈયદ, મીડિયા(MCMC) અને સોશિયલ મીડિયા અંગે  એ.બી. પટેલ અને  રિન્કેશ પટેલ તથા આઈ.ટી. એપ્લિકેશન અંગે  પ્રિતેશ ટેલર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા સબંધી એક દિવસીય તાલીમવર્ગમાં રાજ્યના 33 જિલ્લામાંથી કુલ 67 જેટલા ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.

Exit mobile version