Site icon Revoi.in

પાકિસ્તાનમાં રમઝાન માસમાં જ જનતા પર મોંઘવારીનો બેવડો માર, દરેક વસ્તુના ભાવ સાતમા આસમાને

Social Share

પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંધવારી સાતમાઆસમાને પહોંચી છે. એક તરફ ઈસ્લામ ઘર્મનો પવિત્ર મહિનો રમજાન શરુ થી ગયો છે ત્યારે બીજી તરફ રોજામાં ખાવામાં આવતી ચીજ વસ્તુઓના જ ભાવ સાતમાઆસમાને પહોંચી જતા જનતાએ હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે.

પાકિલસ્તાન હાલ નાણાકિંય કટોકટીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન પહેલાથી જ ભોજન માટે તલપાપડ હતું અને હવે રમઝાનની શરૂઆતમાં ખાણી-પીણીના ભાવમાં આગ લાગી છે. મફતના લોટની આશામાં ભીડમાં નાસભાગ મચી ગઈ છે અને રમઝાન મહિનામાં લોકો પાકિસ્તાનમાં ભખમરો સહન કરી રહ્યા છે.

આ સહીત દરરોજ ખાવામાં આવતો ઘંઉનો લોટ પણ મોંધો થયો છે, તો બીજી તરફ  મફતના લોટ માટે બજારમાં ભારે ભીડ જામી હતી. મહિલાઓ અને પુરૂષો ભીડમાં જોવા મળે છે, પરંતુ કોઈના હાથમાં લોટ નથી. તે જ સમયે, પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે બજારમાં નાસભાગ મચી જતી હોય છે.આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

પાકિસ્તાની મીડિયાની જો વાત માનીએ તો  રમઝાન મહિનામાં મોંઘવારીથી નાગરિકો પરેશાન છે. ખાદ્યપદાર્થોની અછત વર્તાઈ રહી છે. પાકિસ્તાની નાગરિકો જણાવી રહ્યા છે કે દરરોજ શાકભાજીના ભાવ વધી રહ્યા છે અને લોટ મોંઘો થઈ રહ્યો છે. ગરીબો ખાવા-પીવા પર નિર્ભર છે અને સરકાર કંઈ કરી રહી નથી. પાકિસ્તાની નાગરિકો શાહબાઝ સરકારના શાસનથી એકદમ નારાજ છે.