Site icon Revoi.in

પંજાબના લુધિયાણામાં કામદાર પરિવારની ઝુપડીમાં આગ લાગવાની ઘટના, એક જ પરિવારના 7 લોકોના મોત

Social Share

ચંદિગઢઃ-  પંજાબના લુધિયાણામાં આજે બુધવારની વહેલી સવારે એક કામદાર પરિવારની ઝુપડીમાં ભયાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી.આ આગ એટલી હદે ભયાનક હતી કે તેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

મળતી જાણકારી પ્રમાણે  પંજાબના લુધિયાણામાં બિહારથી આવીને અહીં વસેલા એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. આ પરિવાર લુધિયાણામાં રહેતો હતો અને અહીં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો  હતો. બુધવારે સવારે તેમની ઝૂંપડીમાં આગ લાગી અને તેના કારણે તમામ લોકોના મોત થયા.

આ ભયાનક ઘટનાને પગલે લુધિયાણા પૂર્વના સહાયક પોલીસ કમિશનર સુરિન્દર સિંહે આ અંગેની માહિતી  આપી છે. આ ઘટના બાબતે તેમણે જણાવ્યું હતું કે આ તમામ લોકો પરપ્રાંતિય કામગારો હતા અને સવારે જ્યારે તેઓ પોતાની ઝૂંપડીમાં સૂતા હતા ત્યારે આ આગ લાગવાની ઘટના બની હતી ઊંઘમાં હોવાના કારણે કોઈના જીવ બચી શક્યા નહતા. જેને કારણે જીવતા જીવ તેઓ આગમાં હોમાયા હતા.અને આખું પરિવાર બળીને ખાખ થયું હતું

વધુ વિગત પ્રમાણે  મૃતકોની ઓળખ પતિ-પત્ની અને તેમના પાંચ બાળકો તરીકે થઈ છે. જો કે આ તમામના નામ હજી સુધી જાણી શકાયા નથી.તો આગ કયા કારણોસર લાગી છે તે અંગે પણ હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.આ ઘટનાને પગલે આગ લાગવાના કારણોની પોલીસે તપાસ શરુ કરી દીધી છે.