Site icon Revoi.in

દાંતાના પહાડી વિસ્તારમાં લાગી આગ, વન વિભાગે દોડી જઈને આગને ઠારવાના કર્યા પ્રયાસો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે પહાડી વિસ્તારમાં આગ લાગી હતી. દાંતા ગામના પાછળ પહાડી વિસ્તારમાં આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દાંતાના હરીવલ ધરેડા મહુડી વિસ્તારના ટોચ પર આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પહાડ પર આગ લાગ્યાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. અને આગ ઠારવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં દાંતાના ડુંગરમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઉનાળાના અસહ્ય તાપમાનમાં પણ ડુંગરો પર આગ લાગતા અનેક વૃક્ષો બળીને ખાક થયા હતા, આ આગના બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. એક સમયે ભારે પવન હોવાથી આગ વધુ વિસ્તારોમાં પ્રસરશે એવી દહેશત પણ ઊભી થઈ હતી. આઘ ઠારવા માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવી પણ અઘરી બની ગઈ હતી.

દાંતાના વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દાંતા પાસે પહાડી વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં દાંતા ગામના પાછળ પહાડી વિસ્તારમાં આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દાંતાનાં હરીવલ ધરેડા મહુડી વિસ્તારના ટોચ પર આગ આ આગ લાગી હતી આગ લાગતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઇને વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે જઈ આગને ઓલવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. બાદ વન વિભાગના પ્રયત્નોથી આ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે આગ ગરમીના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું હતું

 

Exit mobile version