Site icon Revoi.in

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલ સ્થિત કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના – 70 થી વધુ બાળકોને બચાવાયા

Social Share

અનદાવાદ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમદાવાદમાં એક કોમ્પલેક્ષમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી ,આજ કોમ્પલેક્ષમાં બાળકોની હોસ્પિટલ પણ આવેલી છે જેમાં આગના ઘીમાડાઓના ગોટાઓ ઉડતા જોવા મળ્યા હતા ,લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી જાણકારી પ્રમાણે ઓજરોજ શનિવારે બપોરે આ ઘટના પરીમલ ગાર્ડન પાસે આવેલ દેવ કોમ્પલેક્ષની એક આઇટી ઓફિસમાં બનવા પામી હતી.  આગના ધુમાડા બાજુમાં સ્થિત બાળકોની હોસ્પિટલમાં પહોંચતા નવજાત શીશુઓને હેમખેમ બહાર નીકાળી લેવાયા. 

આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો, 10 ફાયર ફાઇટરોએ આગ બુઝાવવા તથા રાહત બચાવની કામગીરીમાં લાગી ગયા હતા.યર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર શહેરના પરિમલ ગાર્ડન ચોક પાસે સ્થિત દેવ કોમ્પ્લેક્સમાં બપોરે આગ લાગી હતી.

આગને કાબુમાં લેવા માટે વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને કારણે સમગ્ર પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, . ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આગ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી એકાઉન્ટિંગ ફર્મના સર્વર રૂમમાં શરૂ થઈ હતી.

આ સાથે જ બચાવ કામગીરી વખતે  500 મીટરનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.આખથા બિલ્ડિંગમાં ભઆગદોડ મચી હતી. આ કોમ્પ્લેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાથી આગના ધુમાડા પહોંચયા હતા. હોસ્પિટલમાંથી 13 જેટલા નવજાત બાળકો તથા તેમના પરિવાર સહિત 70 લોકોને હેમખેમ બહાર કાઢી લેવાયા હતા