Site icon Revoi.in

એવું ફુલ કે જે માત્ર ભારતમાં જ ઉગે છે

Social Share

ભારતમાં કેટલાક પ્રકારના એવા ફૂલ છે કે જેના માટે ખાસ પ્રકારનું વાતાવરણ હોવું જરૂરી છે.કેટલાક ફૂલ એવા પણ છે કે જે મુર્જાઈ જાય તો 12 વર્ષ પછી ઉગે છે.સામાન્ય રીતે નીલાકુરિંજી માત્ર ઓગસ્ટથી ઓક્ટોબર સુધી જ ખીલે છે.આ વર્ષે ખીલ્યા બાદ હવે તેની સુંદરતા આગામી વર્ષ 2034માં જોવા મળશે.ગયા વર્ષે ઑક્ટોબરમાં આ ફૂલોની સંખ્યા ઘણી જોવા મળી હતી.

નીલાકુરિંજી એક મોનોકાર્પિક છોડ છે, જે ખીલ્યા પછી તરત જ સુકાઈ જાય છે. નીલાકુરિંજી ફૂલો કેરળના ઇડુક્કી જિલ્લામાં ઉગાડવામાં આવે છે. નીલાકુરિંજી કોઈ સામાન્ય ફૂલ નથી પણ ખૂબ જ દુર્લભ ફૂલ છે. આ ફૂલોને જોવા માટે 12 વર્ષ સુધી રાહ જોવી પડે છે.

ભારત સિવાય વિશ્વના અન્ય કોઈ દેશમાં તેઓ ખીલતા નથી. નીલાકુરિંજી મુખ્યત્વે કેરળમાં ખીલે છે. કેરળની સાથે તમિલનાડુમાં પણ આ ફૂલોની સુંદરતા જોવા મળે છે. કેરળમાં નીલાકુરિંજીને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ છે.

Exit mobile version