Site icon Revoi.in

કોરોના વધતા સંક્રમણને લઈને પુડ્ડુચેરીમાં 23 એપ્રિલથી ચાર દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું

Social Share

દિલ્હીઃ- કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તમિલિસાઈ સાઉન્ડરાજનએ મંગળવારના રોજ 23 મી એપ્રિલથી લઈને  26 એપ્રિલ સુધી  રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

આ સાથે જ દરેક દુકાન અને વ્યવસાયિક મથકોએ બપોરે 2 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ રહેશે. બપોરે 2 વાગ્યા પછી હોટલો અને રેસ્ટોરન્ટ્સને પાર્સલમાં ફૂડ વેચવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ લગ્નનામં મનર્યાદીત લોકોને આમંત્રીત કરી શકાશે જે બાબતે પહેલાથી જ ઘોષણ કરવામાં આવી હતી

આ સાથે જ કોઈ ધાર્મિક સરઘસ અથવા  તહેવારો પૂજા સ્થળોએ નહીં થાય જો કે, સલામતી પ્રોટોકોલોનું પાલન સાથે પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવશે. માસ્ક અને સેનિટાઈઝર્સ ડિસ્કાઉન્ટ ભાવે વેચવામાં આવશે. સહકારી દૂધ પાર્લર દ્વારા બુધવારથી માસ્ક અને સેનિટાઈઝર્સ રાહત ભાવે વેચવામાં આવશે. કોવિડ હોસ્પિટલોમાં પથારીની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને વિવિધ કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર્સ પણ ખોલવામાં આવશે.

રસીનો પૂરતો સ્ટોક લેવામાં આવશે કારણ કે 1લી મેથી 18થી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવશે. કેન્દ્રિય ક્ષેત્રમાં છેલ્લા પખવાડિયાથી કોરોના અને મૃત્યુના દૈનિક કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સાહિન-