Site icon Revoi.in

વાળની સમસ્યાને દૂર કરી ગ્રોથ વધારશે ડુંગળીમાંથી બનાવેલ હેર માસ્ક

Social Share

વાળ ખરવા, ગ્રોથ ઘટી જવો જેવી સમસ્યાઓ છે, જેનાથી મોટાભાગના લોકો હેરાન છે. જો તમે પણ વાળની સમસ્યાથી પરેશાન છો તો હવે ઘરેલૂ ઉપાય અપનાવો. ઘરેલૂ ઉપાય કેમિકલ ફ્રિ હોય છે અને જો તેનાથી કઈ ફાયદો ના થાય તો તેનું કઈ ખાસ નુકશાન પણ થતુ નથી. વાળની સમસ્યાનું સમાધાન ડુંગળીથી થઈ શકે છે. ડુંગળી બ્લડ સર્ક્યુલેશન સાથે સાથે હેર ફોલિકલ્સને પણ ફાયદો આપે છે.

એલોવેરા અને ડુંગળીથી બનાવો હેર માસ્ક
આ માસ્કને બનાવવા માટે તમારે 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી ડુંગળીનો રસ. આ બંન્ને વસ્તુંઓને એક સાથે મિક્ષ કરો. અને આ મિશ્રણને તમારા સ્કૈલ્પ અને વાળ પર લગાવો. આને તમારા વાળ પર 30 મિનિટ સુધી લગાવી રાખો. પછી તમારા વાળને ડુંગળીના શેમ્પુ અને કંડીશનર વડે ધોઈ નાખો. આ માસ્કને અઠવાડિયામાં બે વાર લગાવો. ડુંગળી અને એલોવેરા મિક્ષ કરીને લગાવવું ફાયદાકારક છે. કેમ કે એલવેરા સ્કૈલ્પ માટે સુખદાયક છે અને ખંજવાળના કારણે થતી જલનથી બચવા માટે તેને ડુંગળીના રસ સાથે મિક્ષ કરી શકાય છે.

ડુંગળીનો રસ અને નારિયેળનું તેલ
આ માસ્કને બનાવવા માટે તમારે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી ડુંગળીનો રસ જોઈશે. આ બંન્ને વસ્તુંઓને એક વાટકીમાં મિક્ષ કરો. પછી આ મિશ્રણને તમારા સ્કૈલ્પ અને વાળ પર લગાવો અને તેને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી લગાવી રાખો. પછી તેને નેચરલ શેમ્પુ અને કંડિશનર વડે ધોઈ નાખો. આ મિશ્રણનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરો. નારિયેળ તેલ લોરિક એસિડ અને ફૈટી એસિડથી ભરપુર હોય છે, જે વાળને મુળ માંથી હાઈડ્રેડ કરી શકે છે. તેને ડુંગળી સાથે ઉપયોગ કરવાથી તમને વાળની ગ્રોથ સાથે સોફ્ટ વાળ મળશે.

Exit mobile version