Site icon Revoi.in

અમદાવાદના તાપમાનમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. અને એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી જવાની શક્યતા છે. ત્યારબાદ મે મહિનામાં પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. હાલ 43 ડિગ્રીમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે ઝાડા ઊલટીના કેસની સંખ્યા પણ વધી છે. ગરમીના કારણે લોકોને ચક્કર આવવા, બીપી હાઈ અથવા લો થવી, ઝાડા ઊલટી સહિતના કેસમાં વધારો થાય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઝાડા – ઉલટી, તેમજ હિપેટાઈટિસના કેસો વધ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં હિપેટાઇટિસના 130 કેસો માત્ર 20 દિવસમાં નોંધાયા છે, માર્ચ મહિનામાં 157 કેસો નોંધાયા હતા.  આ ઉપરાંત ઝાડા – ઊલટીના 40 કેસો સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનાના 20 દિવસમાં નોંધાયા હતા.. એટલે ગરમી વધતા ઝાડા ઊલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે તેમજ અમદાવાદ સિવિલમાં અલાયદો હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે. મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પણ લોકોને ગરમીથી બચવા બપોરના સમયે કામ વગર બહાર ન નિકળવા જણાવાયું છે.

શહેરના સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ગરમી વધી રહી છે.સિવિલ હોસ્પિટલમાં લોકો સારવાર લેવા આવતા હોય દર્દી સાથે તેના પરિવારના લોકો પણ આવતા હોય છે. આવતા જતા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલના મેડિસિટીમાં ઇ રીક્ષા ફરી રહી છે.જે સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ફરતી રહે છે. જેમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે..જે લોકોને પાણી પીવું હોય તે પી શકે. તેમજ અલાયદો હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે, જો કે હજુ સુધી કોઈ હિટસ્ટ્રોકની અસર થઈ હોય તેવા કેસ નોંધાયા નથી.પરંતુ ઝાડા ઊલટીના અને હિપેટાઇટિસના કેસમાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ પણ ગરમીથી બચવા માટે લોકોને સલાહ પણ આપી છે. કે, હિટવેવ હોય ત્યારે બપોરના સમયે કામ વગર બહાર નીકળવું જોઈએ નહીં. પાણી વધુ પીવું જોઈએ. જેના કારણે ડી હાઇડ્રેશન ન થાય બહારનું કે વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ.રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાય રહ્યા છે જેના કારણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અને આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં છે.ત્યારે લોકોએ પોતાના સ્વાસ્થ્ય વિશેષ કાળજી રાખવી જરૂરી છે.