Site icon Revoi.in

સુરેન્દ્રનગર: વઢવાણમાં આવેલા રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ લાગી

Social Share

સુરેન્દ્રનગર: વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે ઈલેકટ્રીક વીજ વાયરો બળી જતા આ વિસ્તારમાં ઘોર અંધારપટ્ટ છવાઇ ગયો હતો. વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગતા તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી.

આ આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, સહિતના ફાયર બ્રિગેડે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી. આ વિકરાળ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ ભયાવહ આગ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પ્રસરે નહીં તે માટે લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા હતા. જો કે ઈશ્વરની દયાથી કોઈ પણ પ્રકારની જાનહાનીની અત્યાર સુધી જાણકારી મળી નથી.

Exit mobile version