Site icon Revoi.in

દક્ષિણ બોપલમાં 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસોથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

huge Hindu conference was held in South Bopal

huge Hindu conference was held in South Bopal

Social Share

અમદાવાદ, 16 માર્ચ, 2026 – દક્ષિણ બોપલ વિસ્તારમાં આવેલી 54 સોસાયટીઓના સંકલિત પ્રયત્નોથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસ્તારના 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત સવારે ભવ્ય બાઈક રેલી સાથે થઈ, જે સમગ્ર વિસ્તારમાં ફરીને રાષ્ટ્રભાવના અને એકતાનો સંદેશ પ્રસૃત કરતી જોવા મળી. ત્યારબાદ 51 કુંડી રાષ્ટ્ર યજ્ઞનું વૈદિક વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી.

સાંજના સમયે 501થી વધુ બાળિકાઓ દ્વારા ભવ્ય કળશયાત્રાનું આયોજન થયું, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની. મુખ્ય કાર્યક્રમની શરૂઆત સાંજે 5.00 વાગ્યે ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી.

huge Hindu conference was held in South Bopal

કાર્યક્રમ દરમિયાન વિવિધ સોસાયટીઓના બાળકો અને નાગરિકો દ્વારા કથક નૃત્ય તેમજ ઓપરેશન સિંદૂર વિષય પર દેશભક્તિથી ઓતપ્રોત નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. દક્ષિણ બોપલ વિસ્તારમાં આવેલી ભારતની એકમાત્ર ડિઝાઇન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આધુનિક શૈલીની સુંદર નૃત્ય-નાટિકા રજૂ કરી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ પ્રશંસા આપી.

આ કાર્યક્રમમા મુખ્યત્વે ગૌમાતા આલિંગન , શંખનાદ પ્રશિક્ષણ,ફ્રી પુસ્તક વિતરણ કેન્દ્ર, અને પંચ પરિવર્તન પ્રદર્શની દ્વારા સમગ્ર પ્રાંગણમાં રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો 19મી માર્ચથી થશે પ્રારંભ

સંમેલન દરમિયાન વિસ્તારને સ્વચ્છ રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા સ્વચ્છતા કર્મચારીઓનું મંચ પર આમંત્રિત કરી સન્માન કરવામાં આવ્યું, જે સમગ્ર કાર્યક્રમનો પ્રેરણાદાયક ક્ષણ બની.

વિદ્વાન વક્તાઓએ આપ્યું માર્ગદર્શન

કાર્યક્રમમાં તેજસ્વી વક્તા સુશ્રી મીનાક્ષી સહરાવત, કાયાવરોહણ તીર્થક્ષેત્રના સંત શ્રી મુક્તાનંદજી તથા સાધના પ્રકાશનના તંત્રી શ્રી ભાનુભાઈ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં. તેમણે પોતાના પ્રેરણાદાયક વક્તવ્ય દ્વારા ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમી નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક એકતાનો શક્તિશાળી સંદેશ આપ્યો.

આ વિરાટ સંમેલન દક્ષિણ બોપલ વિસ્તારના સોસાયટી અધ્યક્ષ સચિવ નો સહકાર રહ્યો, નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક એકતા અને સામાજિક જાગૃતિને વધુ મજબૂત બનાવનાર ઐતિહાસિક પ્રસંગ તરીકે સાબિત થયું.

Exit mobile version