Site icon Revoi.in

જાપાનના એક વૈજ્ઞાનિકે લેબમાં કૃત્રિમ ‘બ્લડ’ બનાવવાનો દાવો કર્યો-જે કોઈ પણ દર્દીને ચઢાવી શકાશે

Social Share

જાપાનના ટોકોરોઝાવા સ્થિત નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં એક સાઈન્ટિસે લેબોરેટરીમાં એક એવું કૃત્રિમ બ્લડ બનાવવાનો દાવો કર્યો છે કે, જે કોઈ પણ વ્યક્તિને ચઢાવી શકાય છે,આ દાવા મુજબ,કોઈ પણ બ્લડ ગૃપ ઘરાવતા વ્યક્તિને આ બ્લડ ચઢાવી શકાશે, આ બ્લડને તદ્દન કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે,જેને એક વર્ષ સુધી સામાન્ય તાપમાન પર રાખી શકાય છે.

ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે,જાપાની સાઈન્ટીસે એવું સંપૂર્ણ બ્લડ બનાવ્યું છે કે,જેમાં રેડ બ્લડ સેલ્સ,ઓક્સિજન,પ્લેટલેટ્સનું પ્રમાણ પણ છે,પ્રયોગ દરમિયાન બ્લડના અભાવનો સાનમનો કરી રહેલા10 સસંલાઓને આ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું, જેમાંથી 6 સસંલાઓ બચી ગયા હતા, સાઈન્ટિસનું કહેવું છે કે,જો અસલી બ્લડ આ સસંલાઓને ચઢાવવામાં આવ્યું હોત તો પણ આજ પ્રકારની સ્થિતિ હોત.સાઈન્ટિસનું માનવું છે કોઈ વ્યક્તિ જાગ્રસ્ત થયા પછી શરીરમાં બલ્ડના અભાવના કારણે  મોતનો સામનો કરે છે તો તેવા લોકો માટે આ નવું કૃત્રિમ રીતે બનાવવામાં આવેલું બ્લડ ફાયદા કારક સાબિત થશે.હાલમાં હાસ્પિટલમાં  આવનારા દર્દીઓનો પહેલા બ્લડનો પ્રકાર ચકાસવામાં આવશે, ત્યારે ઓ-નેગેટિવ એક એવું બ્લડ છે કે જે,ઈમરજન્સીમાં કોઈ પણ બ્લડ ગ્રૃપ ઘરાવતા વ્યક્તિને ચઢાવામાં આવી શકે છે,પરંતુ આ ગ્રૃપનું બ્લડ શોધવું પણ તેટલું જ કઠીન છે.

જાપાનના નેશનલ ડિફેંસ મેડિકલ કૉલેજના સાઈન્ટિસે પોતાનો અભ્યાસ Transfusion એટલે કે રક્તસ્ત્રાવ,નામના જનરલમાં પ્રકાશીત કર્યો છે,આ અભ્યાસના લેખક મનાબૂ કિનોશિતોએ કહ્યું કે, દૂરના વિસ્તારોમાં લોહીનો પૂરતો સ્ટોક રાખવો મુશ્કેલ છે. કૃત્રિમ લોહી વડે એવા લોકોનું જીવન બચાવી શકાય છે જે સામાન્ય રીતે બચાવી શકાતું નથી.