1. Home
  2. Tag "japan"

ચીનની કાર્યવાહી સામે ભારતને સાથ આપવા માટે અમેરિકા-જાપાને તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સની રાજકીય મુલાકાતે છે, તેમણે ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક કાર્યવાહીનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરી હતી. સાથીઓ વચ્ચે સૈન્ય, આર્થિક અને અન્ય સહયોગને વધુ વધારવા માટે અનેક પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અખબારના […]

બેન્ક ઓફ જાપાને 8 વર્ષના નકારાત્મક વ્યાજ દરો અને તેની બિનપરંપરાગત નીતિને દૂર કરી

નવી દિલ્હીઃ બેન્ક ઓફ જાપાને 8 વર્ષના નકારાત્મક વ્યાજ દરો અને તેની બિનપરંપરાગત નીતિને દૂર કરી છે. 17 વર્ષમાં પ્રથમ વખતે જાપાને આ પ્રકારનો નિર્ણય લીધો છે. હજુ પણ દર શૂન્યની આસપાસ અટવાયેલો છે. નકારાત્મક વ્યાજ દરો નાબૂદ એ BOJ નો વિશ્વાસ દર્શાવે છે કે જાપાન ડિફ્લેશનની પકડમાંથી બહાર આવ્યું છે. બહોળા પ્રમાણમાં અપેક્ષિત નિર્ણયમાં, […]

લોન્ચ થતા જ ગણતરીની સેકન્ડોમાં હવામાં ફાટયું જાપાનનું પહેલું પ્રાઈવેટ રોકેટ, જુઓ વીડિયો

ટોક્યો: જાપાનમાં એક ખાનગી કંપની દ્વારા અંતરિક્ષની કક્ષામાં મોકલાય રહેલા એક રોકેટને બુધવારે લોન્ચ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે હવામાં ફાટી ગયું. ઓનલાઈન વીડિયોમાં દેખાય રહ્યું છે કે કેરોસ નામનું રોકેટ મધ્ય જાપાનના વાકાયામા પ્રાંતના અપર તટવર્તી ક્ષેત્રથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે ઉડાણ ભરી તેની ગણતરીની સેકન્ડોમાં રોકેટમાં વિસ્ફોટ થયો હતો. રોકેટમાં વિસ્ફોટ […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે જાપાન રૂ. 12,827 કરોડની લોન આપશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાને વિવિધ ક્ષેત્રોમાં નવ પ્રોજેક્ટના વિકાસ માટે 232.209 બિલિયન JPY ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ વિકાસશીલ અને ભારતમાં જાપાનના રાજદૂત સુઝુકી હિરોશી વચ્ચે આ સંદર્ભે નોંધની આપ-લે કરવામાં આવી હતી. જાપાન સરકારે ભારતમાં વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત 9 પ્રોજેક્ટ્સ માટે 232.20 બિલિયન યેન (આશરે […]

જાપાનની એક ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો ખુબ કરી રહ્યાં છે પસંદ

હાલમાં ઈન્ટરનેટ પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે વાહનોની સુરક્ષા સાથે જોડાયેલી એક અનોખી ટેક્નોલોજી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જાપાનની એક ટ્રક માલ લઈને જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેનાથી થોડાક મીટર દૂર રસ્તા પર એક લેસર લાઇન પડી રહી છે અને આ જ વાસ્તવિક સુરક્ષા […]

જાપાનનું સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન મિશનનું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડીંગ

નવી દિલ્હીઃ જાપાનનું સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન મિશન (સ્લિમ) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ સાથે જાપાન ચંદ્ર પર પહોંચનારો પાંચમો દેશ બની ગયો છે. જાપાન પહેલા અમેરિકા, રશિયા, ચીન અને ભારત ચંદ્રની સપાટી પર પોતાના લેન્ડરને લેન્ડ કરી ચૂક્યા છે. જાપાનની સ્પેસ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અનુસાર, જાપાનનું માનવરહિત અવકાશયાન […]

જાપાનઃ ભૂકંપમાં 24 લોકોના મૃત્યુની આશંકા, અનેક ઘરોમાં અંધારપટ

નવી દિલ્હીઃ નવા વર્ષની ઉજવણી વચ્ચે જાપાનમાં આવેલા ભૂકંપથી દેશના 12.5 કરોડ લોકોના મનમાં ભયનો માહોલ છે. ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 24થી વધારે લોકોના મોતની આશંકા છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ હવે ચેતવણી માત્ર સલાહ પુરતી જ સીમિત છે. જ્યારે ઇશિકાવાના વાજિમા પોર્ટ પર 1.2 […]

જાપાન બાદ હવે મ્યાનમારની ધરાધ્રુજી, વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જ જાપાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જાપાનમાં હજુ ભયાનક સ્થિતિ યથાવત છે. દરમિયાન આજે મ્યાનમાંરની ધરા ધ્રુજવાની ઘટના બની હતી. જેના કારણે હવે મ્યાનમારની પ્રજામાં ભુકંપનો ભય ફેલાયો છે. ભૂકંપમાં જાનહાનીને લઈને કોઈ વિગતો સામે આવી નથી. જો કે, ભૂકંપની તીવ્રતા 4ની આસપાસની હોવાથી મોટી જાનહાની થવાની શકયતાઓ નહીવત છે. […]

જાપાનમાં નવા વર્ષે ધરતી ભયાનક રીતે ડોલી, 7.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ત્સુનામીની ચેતવણી

ટોક્યિો: જાપાનને ફરી એકવાર પ્રચંડ ભૂકંપે દહેલાવી દીધું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ભૂકંપ પ્રભાવિત રાજ્યમાં સમુદ્રનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયું છે અને લોકોને મકાનો ખાલી કરી દેવાનો અનુરોધ જાહેર કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે જાપાનમાં આ વખતે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતાને જોતા ત્સુનામીની ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code