Site icon Revoi.in

કેનેડામાં મુસ્લિમ આતંક પર સવાલ કરનાર પત્રકાર એરેસ્ટ, ટ્રુડોના જૂનિયર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને કર્યો હતો સવાલ

Social Share

ટોરંટો: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. ત્યારે જ્યારે એક પત્રકારે તેમના જૂનિયર અને ઉપપ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને મુસ્લિમ આતંકવાદ સાથે જોડાયેલાો એક સવાલ કર્યો, તો સુરક્ષાકર્મીઓએ તેમને એરેસ્ટ કરી લીધા. રિબેલ ન્યઝે કહ્યુ કે તેમના વરિષ્ઠ પત્રકાર ડેવિડ મેન્ઝીસને ફ્લાઈટ PS752ના પીડિતોની યાદમાં રિચમંડ હિલમાં એક સ્મારક સેવા દરમિયાન એરેસ્ટ કરવામાં આવ્યા, જ્યારે તેમણે સાર્વજનિક સ્થાન પર ઉપપ્રધાન મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ પર સવાલ કર્યો હતો.

મેન્ઝીસે નાયબ વડાંપ્રધાન ફ્રીલેન્ડને સવાલ કર્યો હતો કે લિબરલ સરકારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સને અત્યાર સુધી આતંકી જાહેર કેમ કર્યું નથી. તો બીજી તરફ પત્રકાર મેન્ઝીસને એરેસ્ટ કરનારા પોલીસ અધિકારીએ કહ્યુ કે તેમણે પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. પોલીસનો આરોપ છે કે મેન્ઝીસે આવું ઉપપ્રધાનમંત્રી સાથે ચાલતી વખતે કર્યું છે.

મજેદાર વાત એ છે કે રિબેલ ન્યૂઝે આ આખા પ્રકરણની એક વીડિયો ક્લિપને સોશયલ મીડિયા એક્સ પર શેયર કરી છે, તેમાં તેવો આવું કરતા દેખાય રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જેવા ઉપપ્રધાનમંત્રી કારમાંથી ઉતરીને સડક તરફ આગળ વધે છે, તો પત્રકાર પણ આગળ વધીને તેમને સવાલ પુછવા લાગે છે. ઉપપ્રદાનમંત્રીએ કોઈ જવાબ તો આપ્યો નથી, પરંતુ ત્યાં તહેનાત પોલીસકર્મી તેમની સાથે ભિડાય જાય છે અને કહે છે કે જોઈઈ રહ્યા છો કે તમે એરેસ્ટ થઈ ચુક્યા છો.

વીડિયો ફૂટેજમાં દેખાય રહ્યું છે કે વરિષ્ઠ પત્રકારે બે મોકા પર પોલીસ અધિકારીને તેમનું નામ અને બેઝ નંબર પુછયો, પણ અધિકારીએ તેનો જવાબ આપ્યો નહીં. જો કે બાદમાં પોલીસે તેમને મુક્ત કર્યા. કેનેડામાં આ પ્રકારે પ્રસેને સવાલ કરવા બદલ બાધિત કરવાના મામલે પ્રશ્નો થઈ રહ્યા છે. લોકો ઈન્ટરનેટ પર આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેનેડાના વિપક્ષી દળના નેતા પિયરે પોઈલિવરે પણ પ્રેસ ફ્રીડમ પર સવાલ કર્યો છે. તેમણે એક્સ પર લખ્યુ છે કે જસ્ટિન ટ્રૂડોના શાસનના આઠ વર્ષ બાદ કેનેડામાં પ્રેસની આ સ્થિતિ છે. બીજી તરફ અમેરિકાના ઉદ્યોગપતિ અને એક્સના સીઈઓ એલન મસ્કે પણ આ વીડિયો પર આશ્ચર્ય વ્યક્ત કરતા પોલીસ એક્શન પર નારાજગી વ્યક્ત કરી છે.