Site icon Revoi.in

જન્માષ્ટમીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

રાજપીપીળાઃ જન્માષ્ટમીના તહેવારોમાં ઘણાબધા પરિવારો મીની વેકેશનની મોજ માણવા પર્યટન સ્થળોએ ઉપડી ગયા હતા. જેના લીધે માઉન્ટ આબુ, સાપુતારા, દીવ, દમણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 5 દિવસમાં અઢી લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. રવિવાર સુધીમાં  3 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ હોવાથી નર્મદા ડેમનો નજારો ખીલી ઉઠ્યો છે, જેણા કારણે પ્રવાસીઓ નર્મદા ડેમનો નજારો માણવા ઉમટી રહ્યા છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પ્રથમ પસંદગીનું ડેસ્ટીનેશન બન્યું છે. રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટની રજાઓમાં લગભગ 2.5 લાખ પ્રવસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથેના તમામ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના લગભગ 20થી 25 હાજર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી આ 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા પ્રવાસીઓમાં ખુબ જ પ્રચલિત થઈ છે, જયારે કોરોનાકાળ હતો. ત્યારે સ્ટેચ્યુ બંધ રાખવામાં આવ્યું હતું. હાલ જયારે કોરોનાકાળ પૂર્ણ થયો છે, ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ અને તેના બીજા અલગ અલગ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે. જેમાં જંગલ સફારી પાર્ક, ફલાવર ઓફ વેલી, ચિલ્ડ્ર્નન્યુટ્રિશન પાર્ક સહિતના પ્રોજેક્ટની પણ પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. જન્માષ્ટમીની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. અને આગામી રવિવાર સુધીમાં લગભગ 3 લાખ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત રહેશે, એવું લાગી રહ્યું છે. હાલ નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જયારે સ્ટેચ્યુની આજુબાજુના ડુંગરો પણ લીલાછમ દેખાઈ રહ્યા છે. જે નજારો જોઈને પ્રવાસીઓ ખુબ જ ખુશ થઈ રહ્યા છે.