Site icon Revoi.in

મહાન ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઈન્સ્ટાઈનએ લખેલા પત્રની થઈ હરાજી

Social Share

દિલ્હીઃ અહિંસાના પુજારી મહાત્મા ગાંધી સહિતના દુનિયાના મહાનુભાવોએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓ અને પત્રો સહિતની વસ્તુઓ અવાર-નવાર હજારી કરવામાં આવે છે. તેમજ મહાન વ્યક્તિઓની વસ્તુઓ એકત્ર કરવાનો શોખ રાખનારાઓ આવી વસ્તુઓના કરોડો રૂપિયા ચુકવે છે. દરમિયાન દુનિયાના મહાન ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઈન્સ્ટાઈનએ લખેલા પત્રની હરાજી કરવામાં આવી હતી. આ પત્ર રૂ. 8 કરોડમાં એક વ્યક્તિએ ખરીદ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દુનિયાનાં મહાન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનએ લખાયેલા એક પત્રની હરરાજી કરવામાં આવી હતી.. આઈન્સ્ટાઈન પેપર્સ પ્રોજેકટ અને હિબ્રુ યુનિ.નાં નિષ્ણાંતોની જણાવ્યા અનુસાર આ હસ્તલિખીત આઈન્સ્ટાઈનના પ્રસિદ્ધ ઈ.એમ.સી ટુ સમીકરણો છે અને આ ભૌતિકશાસ્ત્રનાં હસ્તાક્ષરમાનાં સમીકરણનાં ફકત ચાર ઉદાહરણમાંનો એક છે. આ પત્રની હરરાજી બોસ્ટન સ્થિત ઓકશન દ્વારા કરવામાં આવી છે

કંપની દ્વારા આપવામાં આવેલી માહીતી અનુસાર દસ્તાવેજ 400,000 યુએસ ડોલરમાં વેચવાની ધારણા હતી. પરંતુ બન્ને પક્ષો વચ્ચે બોલી લગાવ્યા બાદ આ પત્ર ત્રણ ગણા ભાવમાં વેંચાયો હતો. આ લેટર ભારતીય કિંમત અનુસાર રૂ. 8 કરોડમાં હરાજીમાં એક વ્યક્તિએ ખરીદ્યો હતો.